જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલી રહી છે. શ્રીનગરના જૂના વિસ્તાર છત્તાબલમાં આતંકીઓ તરફથી ગોળીબાર કરવામાં આવ્યો. ત્યારબાદ સુરક્ષાદળોએ વિસ્તારને ચારેબાજુથી ઘેરી લીધો. આ અથડામણમાં સુરક્ષાકર્મીઓએ એક આતંકી ઠાર માર્યો છે. આ અથડામણમાં એક જવાનના ઘાયલ થવાની પણ માહિતી મળી છે. સીઆરપીએફનો એક જવાન આ ગોળીબારમાં ઘાયલ થયો. ગોળી તેના જમણા પગમાં વાગી. જવાનની હાલત સ્થિર જણાવવામાં આવી રહી છે.
#JammuAndKashmir: Encounter started between terrorists and security forces at Chattabal area of Srinagar. More details awaited. pic.twitter.com/k89ajWC0HA
— ANI (@ANI) May 5, 2018
મળતી માહિતી પ્રમાણે, કેટલાક આતંકીઓ છત્તાબલ વિસ્તારમાં છુપાયેલા છે. આ વિસ્તારમાં ગોળીબાર થયો હતો. પછી સુરક્ષાદળના જવાનોએ આતંકવાદીઓને ઘેરી લીધા અને બંને તરફથી હાલ ગોળીબાર ચાલુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સવારે 4.25 વાગે જમ્મુ-કાશ્મીર પોલીસે અને સીઆરપીએફ શ્રીનગરના કરણનગર વિસ્તારમાં નાકાબંધી કરી રહી હતી. તે દરમિયાન આતંકીઓ તરફથી ગોળીબાર થયો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com