ભારતીય સેનાએ અનંતનાગ જિલ્લાના સેતકીપોરાના બિજબિહાડામાં ચાલી રહેલા એન્કાઉન્ટરમાં 6 આતંકીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. આ વિસ્તારમાં અમુક આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. ત્યારપછી સેનાએ આ વિસ્તારને કોર્ડન કરીને એન્કાઉન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.
Anantnag encounter #UPDATE: Six terrorists have been killed in the encounter. Arms and ammunition recovered. Operation continues #JammuAndKashmir pic.twitter.com/AwZ2fM90HF
— ANI (@ANI) November 23, 2018
દક્ષિણી કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સેનાને ઘણાં આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળ્યા પછી સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એન્કાઉન્ટમાં સેનાએ 6 આતંકીઓને ઠાર કરી દીધા છે. આતંકીઓની લાશનો કબજો લઈ લેવામાં આવ્યો છે. જોકે સેના તરફથી ફાયરિંગ રોકી દેવામાં આવ્યું છે અને સર્ચ ઓપરેશન અત્યારે પણ ચાલું છે. ઘટના સ્થળેથી હથિયાર અને ગોળા બારુદ પણ મળી આવ્યા છે.