જમ્મુ-કાશ્મીરમાં રમઝાન દરમિયાન લાગુ કરવામાં આવેલ સીઝફાયર પુરૂ થતાં જ અહીં ફરીથી ઓપરેશન ઓલઆઉટ શરૂ કરી દેવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી દક્ષિણ કાશ્મીરના અનંતનાગના શ્રીગુફવારામાં સેના અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. સેનાએ અહીં 3 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જોકે આ આ એન્કાઉન્ટરમાં એક પોલીસ જવાન શહીદ થયા છે. જ્યારે એક સામાન્ય નાગરિકને ઈજા થઈ છે.
#FLASH: 2 terrorists gunned down by security forces in an encounter underway in Anantnag’s Srigufwara area, another terrorist trapped. #JammuAndKashmir pic.twitter.com/rXYj9Dg5RJ
— ANI (@ANI) June 22, 2018
ગુરુવારે મોડી રાતે સેનાને મળી હતી માહિતી
સેનાને અનંતનાગના શ્રીગુફવારામાં 2થી 3 આતંકીઓ છુપાયા હોવાની માહિતી ગુરુવારે મોડી રાતે જ મળી ગઈ હતી. ત્યારપછી અહીં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. સેનાએ અહીં 3 આતંકીઓને ઠાર કરી દીધા છે. તેમની લાશ પણ સેનાએ રિકવર કરી લીધી છે.
#JammuAndKashmir: An encounter started between security forces and terrorists in Anantnag’s Srigufwara area, in the early morning hours; 2 to 3 terrorists are believed to be trapped. (#Visuals deferred by unspecified time) pic.twitter.com/DpVcu7oWSE
— ANI (@ANI) June 22, 2018
નોંધનીય છે કે, અહીં સરકારે 17 જૂને જ સીઝફાયર પુરૂ કરી દેવાની જાહેરાત કરી હતી. ત્યારપછીથી રાજ્યમાં સેનાએ તેમનું ઓપરેશન બમણાં જોરથી શરૂ કરી દીધું છે.