જે.જે. કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મહારાષ્ટ્રની રત્નાકર બક માટે સ્વધારા ફીનીસર્વ પ્રાઇવેટ લી. દ્વારા કોલેજ બી.કોમ.- બી.બી.એ. નાં વિઘાર્થી ઓ માટે પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પસ ઇન્ટરવ્યુ માં પ્રાસંગીક ઉદબોધન કરતા પ્રિન્સીપાલ ડો. યજ્ઞેશભાઇ જોશીએ જણાવ્યું હતું. કે ચાલુ અભ્યાસ દરમ્યાન જ નામાંકિત કંપનીઓ, બેંક આર્થીક સંસ્થાઓ દ્વારા કોલેજની પસંદગી કરી છે. ત્યારે પસંદ થયેલા ૧૮ વિઘાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
કેમ્પસ ઇન્ટરવ્યુ બી.બી.એ- બી.કોમ. ના ૬૦ વિઘાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી ૧૮ વિઘાર્થીઓનું પ્લેટમેન્ટ થયું છે. આ તકે રત્નાકર બેંક માટે સ્વધારા ફીનીસર્વ પ્રાઇવેટ લીમીટેડ ના રીજયોનલ મેનેજર ધર્મેશ રતનપરા તેમજ તેમના કર્મચારીઓ હાજર રહ્યા હતા.
સમગ્ર કાર્યકમનું સંચાલન ડો. હિમાંશુ રાણિંગા એ કર્યુ હતું. કેમ્પને સફળ બનાવવા ઉદીશા કલબના કો. ઓર્ડીનેટર મહેશભાઇ ઓઝા, રાજુભાઇ ટાંચક મહેમત ઉઠાવી હતી.