- બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના નવ નિયુક્ત ચેરમેને “અબતક મીડિયા” હાઉસની મુલાકાતમાં મુક્ત મને વકીલોના પ્રશ્નોની કરી ચર્ચા
- સ્નેહમિલન કાર્યક્રમમાં સાંજે ઉપસ્થિત રહેવા લીગલ સેલ દ્વારા નિમંત્રણ: લોકોએ પોતાની નૈતિક ફરજ સમજી અવશ્ય મતદાન કરે અને કરાવે તેવી જાગૃતતા કેળવો
લોકશાહીના સૌથી મોટા પર્વ એટલે લોકસભાની ચૂંટણીમાં વધારેમાં વધારે મતદાન થાય તેવા હેતુ સાથે ચૂંટણી પંચ દ્વારા બીન રાજકીય સંસ્થાઓને અપીલ કરવાની માંગ કરી છે. જેને પગલે બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના નવ નિયુક્ત ચેરમેન દ્વારા આજે “અબતક મિડીયા” હાઉસની શુભેચ્છા મુલાકાત લઇ વકીલો વધુમાં વધુ મતદાન કરી અને કરાવે તેવી અપીલ કરી લોકશાહીના પર્વની ઉજવણીમાં જોડાવવા અપીલ કરી છે.
રાજકોટ ખાતે વિવિધ ક્ષેત્રે પ્રેકટીસ કરતા વકીલો માટે નાગર બોર્ડીંગ ખાતે સાંજે 7 કલાકે સિનીયર, જુનીયર, મહિલા, યુવા તેમજ પ્રોવિઝનલ સનદ ધરાવતા જુનિયરો તેમજ વકીલોની ઓફીસમાં કાર્યરત તમામ સ્ટાફ પરીવાર સહિત તમામ વકીલ આલમ માટે મતદાન જાગૃતિ હેતુ એક સહ પરીવાર સ્નેહમિલનનુ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાજર રહેવા ખાસ અમદાવાદથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ રાજકોટ પધારેલ છે.
થોડા દિવસો બાદ રાજયમાં ચુંટણી યોજાવા જઈ રહી છે દર પાંચ વર્ષે યોજાતી આ ચુંટણીમાં બહોળી સંખ્યામાં મતદાન થાય અને તેના માટે જાગૃતિ લાવવા હેતુ તેમજ લોકશાહીના આ પર્વને તમામ લોકો પોતાની નૈતીક ફરજ સમજી અવશ્યક મતદાન કરે અને કરાવે તેવી અપીલ સાથે જાગૃતી કેળવવાના હેતુ આ સ્નેહમીલન યોજાવા જઈ રહયુ છે. ખાસ કરીને ગત ચુંટણી બાદ પાંચ વર્ષ દરમિયાન નવા ઉમેરાયેલા યુવા મતદારો પ્રથમવાર જયારે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે ત્યારે આવા યુવા મતદારોમાં મતદાન કરવા સાથે પોતાના તમામપરીવારજનોનું મતદાન થાય તેવા હેતુસર લોકશાહીના આ પર્વના પ્રસંગે પોતાનો કિંમત મત આપીને દેશહીત, પ્રજાહીત માટે યોગ્ય હોય તેવી સરકાર બનાવવા માટે તમામ લોકો અવશ્ય મતદાન કરે તે ખુબ જ જરૂરી છે.
રાજકોટમાં પણ જંગી મતદાન થાય તે જરૂરી છે. રાજકોટમાં ક્રિમીનલબાર, રેવન્યુ બાર, લેબર બાર, સિવીલ બાર, ફેમિલીબાર, એમ.એ.સી.પી,બાર, ગ્રાહક સુરક્ષા, યુવા લોયર્સ, નોટરી એસોશેએશન સહિત વિવિધ ક્ષેત્રે મોટી સંખ્યામાં વકિલો પ્રેકટીસ કરે છે ત્યારે વ્યવસાયની દ્રષ્ટિએ સમાજ સાથે સીધી રીતે જોડાયેલા વકીલો સમાજમાં પોતાના વ્યક્તિત્વની એક આગવી છાપ ધરાવે છે સમાજમાં લોકો વકીલની સલાહ મુજબ પોતાના પ્રશ્નનો ઉકેલ કે,સમસ્યાનુ સમાધાન મેળવતા હોય છે અને વકીલોનું સમાજમાં એક માભાદાર સ્થાન હોય છે ત્યારે વકિલો જો જાગૃત થઈને મોટી સંખ્યામાં મતદાન કરે તો સમાજનો અન્ય વર્ગ પણ તેમાંથી પ્રેરીત થઈને પોતે તથા પોતાના પરિવારના તમામ લોકોનું મતદાન અવશ્ય કરાવશે. આવા બહોળી સંખ્યામાં મતદાન થાય તેવા હેતુસર લીગલ સેલ દ્વારા આજનું સ્નેહમિલન યોજવામાં આવ્યું છે. આ સ્નેહમિલનમાં રાજકોટ શહેર ઉપરાંત તાલુકાના ટંકારા, પડધરી, જસદણ, વિછીયા, વાંકાનેર જેવા સેન્ટરના વકીલ સભ્યોના પરીવારજનો આ સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં રહેવાના છે.
આ સ્નેહમિલનમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે. પટેલ ખાસ ઉપસ્થિત રહેવાના છે. તેમની ઉપસ્થિતિમાં યોજાવા જઈ રહેલ આ કાર્યક્રમમાં રાજકોટ બાર એસોસિએશન તથા વિવિધ બાર એસોસિએશનના હોદ્દેદારશ્રીઓ, લીગલ સેલના હોદેદારો, યુવા સહાયક ટીમના હોદ્દેદારો સહિતના લોકો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉમટી પડશે તેવો નિર્ધાર રાજકોટ સેલ દ્વારા કરવામાં આવ્યો છે. રાજકોટ શહેર તથા તાલુકાના સેન્ટરના તમામ ક્ષેત્રે વકીલાત કરતા વકીલ પરિવારજનોને ઉપસ્થિત રહેવા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ, પ્રદેશ લીગલ સેલ સહસંયોજક અનિલભાઈ દેસાઈ, કારોબારી સભ્યો કિશોરભાઈ સખીયા, હિતેશભાઈ દવે, રાજકોટ મહાનગર લીગલ સેલના ક્ધવીનર પિયુષભાઈ શાહ સહ ક્ધવીનર કમલેશભાઈ ડોડીયા તથા કોર કમિટીના સભ્યો, લીગલ સેલ યુવા સહાયક ટીમ વગેરેએ હાર્દિક નિમંત્રણ સાથે હાજરી આપવા અનુરોધ કર્યો છે.
“અબતક મિડીયા ” હાઉસની મુલાકાતે આવેલા ચેરમેન જે.જે.પટેલે જણાવ્યું હતું કે, રાજકોટમાં મતદાન જાગૃતિ હેતુ યોજઈ રહેલ વકીલોના આટલા મોટા સ્નેહમિલન કાર્યક્રમમાં જોડાવાનું અવસર મળતા મને ખૂબ જ આનંદની લાગણી થાય છે. વકીલો હંમેશા સમાજને રાહ ચીંધતા આવ્યા છે. વકીલો જાગૃત બનીને પોતાની નૈતિક ફરજ સમજીને જ્યારે મતદાન કરે છે ત્યારે તેમની સાથે જોડાયેલ તેમના પરિવારજનો, સ્નેહીઓ તથા તેમનું પરિચીત વર્તુળ તેમાંથી પ્રેરણા લઈને તેમને અવશ્ય અનુસરે છે. માટે એક વકીલ મતદાન કરે ત્યારે માત્ર એક મત નથી પડતો પણ અનેક મત તેમાંથી મતપેટીમાં પડે છે. માટે તમામ વકીલો અને ખાસ કરીને યુવા વકીલોએ અવશ્ય મતદાન કરવું જ જોઈએ. લોકશાહીના પાયાને મજબૂત બનાવવા ભવિષ્યમાં જ્યુડિશરી સિસ્ટમને ફુલપ્રુફ, લોકભોગ્ય બનાવવા માટે યોગ્ય અને સ્થિર સરકાર અતિઆવશ્યક છે તે માટે આપણે મતદાન કરવું જ રહ્યું.
આજની આ પ્રેસ મુલાકાતમાં બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ, લીગલ સેલ રાજકોટ મહાનગરના સહક્ધવીનર કમલેશભાઈ ડોડીયા, શહેર લીગલ સેલ કમિટી મેમ્બર રાકેશભાઈ ગોસ્વામી, ધર્મેશભાઈ સખીયા, નેહાબેન જોશી, કોર્ટ કેમ્પસ ક્ધવીનર જીતેન્દ્રભાઈ પારેખ, ભાસ્કરભાઈ જસાણી, આનંદભાઈ સદાવ્રતી, બાલાભાઈ સેફાતરા, યુવા સહાયક ટીમ ક્ધવીનર અભિષેકભાઈ શુક્લા, પ્રેસ મીડિયા ઈન્ચાર્જ પારસભાઈ શેઠ, સહ ઈન્ચાર્જ જસ્મીનભાઈ ગઢીયા વગેરે હાજર રહ્યા હતા.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે.જે.પટેલ
પ્રોવિઝનલ સનદ ધરાવતા યુવા વકીલોને હાલમાં આ પ્રોવિઝનલ સનદની અવધિ પુરી થવા અંગે ઘણા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા જેની રજૂઆત બીસીજીના ચેરમેન જે.જે.પટેલને કરાતા તેમણે જણાવ્યું હતું કે, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પ્રોવિઝનલ સનદની અવધિ વધારવા માટેની રજૂઆત કરી દેવામાં આવી છે જેનો હકારાત્મક અને યોગ્ય પ્રત્યુત્તર જલદીથી મળશે તેવી આશા છે આ ઊપરાંત તાજેતરમાં લેવાયેલી સનદ માટેની પરીક્ષામાં અનઉતીર્ણ થયેલા કેન્ડીડેટોને અમુક માર્ક પૂરતુ ગ્રેસિંગ મળે તેવી રજૂઆત પણ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાને કરી હોવાનું બીસીજીના ચેરમેન જે.જે.પટેલે તમામ યુવા વકીલોને જણાવેલ છે.