અબતકની મુલાકાતમાં જે એચ ભાલોડીયા વિમેન્સ કોલેજના પ્રતિનિધિ અને વિદ્યાર્થીનીઓએ આપી કાર્યક્રમની રૂપરેખા
ભણતર સાથે ગણતર અને શિક્ષણ સાથે કેળવણી થકી વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ માટે જાણીતી શહેરની શૈક્ષણિક ક્ષેત્રે નામાંકિત સંસ્થા જેએચ ભાલુડિયા વિમેન કોલેજની વિદ્યાર્થીની બહેનો દ્વારા ટ્રેડ ફેર નું આયોજન કર્યું છે અબ તકની મુલાકાતે આવેલા મુખ્ય આયોજક સમિતિના હિરેનભાઈ પવાર, પ્રોફેસર ખુશાલભાઈ બગડાઈ, ટ્રેડ માં રાત દિવસ મહેનત કરતી વિદ્યાર્થીનીઓ આયુષીબેન ઝાલા ખુશીબેન જીવરાજાની, ખુશીયાબેન નારીયા, પ્રિયાબેન વસોયા, સુરભીબેન ખાંટ, રિદ્ધિબેન ભટ્ટ, પ્રગતિબેન જેઠવા, ગોપીબેન પંચાલ, જીનલબેન વેકરીયા, હિરલબેન કનજારિયા અને વૈભવીબેન ત્રિવેદીએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે સંસ્થા ના પારિવારિક માહોલ વચ્ચે વિદ્યાર્થીનીઓએ વાર્ષિક મહોત્સવના બદલે કંઈક વિશિષ્ટ યાદગાર કાર્યક્રમ નો વિચાર મૂકીને મેનેજમેન્ટ પાસે ટ્રેડ યોજવાનો મંજૂરી માંગી હતી મેનેજમેન્ટ એ વિદ્યાર્થીનીઓની આ ઈચ્છા અને વધાવી લીધી અને આયોજન કરવામાં આવ્યું
, જે એચ ભાલોડીયા વિમેશ કોલેજ કેમ્પસ કાલાવડ રોડ જલારામ પેટ્રોલ પંપ ની સામે તારીખ 28 ફેબ્રુઆરીએ સવારે 9:00 થી રાતના આઠ સુધી ટ્રેકપેર યોજવાનું આયોજન કરવામાં આવ્યું
હા તે ફેરમાં યુનિવર્સલ બજાર, ફૂડ ઝોન ,ગેમ ઝોન, સેલ્ફી પોઇન્ટ, મ્યુઝીકલ પર્ફોર્મન્સ, અને વિવિધ મેનેજમેન્ટ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે સવારે 9:00 થી રાતના 8 સુધી શહેરની જનતા માટે આ ટ્રેડ ફેર માં વિનામૂલ્યે પ્રવેશ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થીનીઓ ને પ્રોત્સાહન આપવા કેળવણી પ્રિય શહેરીજનોને અવશ્ય મુલાકાત લેવા અનુરોધ કરાયો છે.