કાશ્મીરમાં હિંસા-આતંકવાદી પ્રવૃત્તિ પાછળ સલાહુદીનનો સીધો કે અડકતરો હાથ
વડાપ્રધાન મોદીના અમેરિકા પ્રવાસથી દેશને સારા પરિણામો મળી રહ્યાં છે. ટ્રમ્પ સાથેની મોદીની બેઠકના થોડા કલાકો પહેલા જ અમેરિકાએ હિઝબુલ મુસહિદ્ીનના ૭૧ વર્ષીય વડા સૈયદ સલ્લાહુદીન વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે.
સૈયદ સલાહુદીનપીઓકેમાં આતંકવાદીઓ તૈયાર કરતો હતો. કાશ્મીરમાં થતી હિંસા પાછળ અલાહુદીનનો સિધોકે આકતરો હાથ છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીના પ્રયાસોની આ ખૂંખાર આતંકીને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં સફળતા મળી છે. અમેરિકા અને ભારત આતંકવાદના ખાત્મા માટે પ્રયત્નશીલ છે વૈશ્વિક આતંકવાદના ફેલાવાને રોકવા બન્ને દેશો વચ્ચે મહત્વના કરાર થયા છે. ટ્રમ્પને આતંકવાદ સામે કડક હાથે કામગીરી કરનાર નેતા માનવામાં આવે છે મોદી આતંકવાદના પોષણ પાકિસ્તાનને વિશ્ર્વ સમક્ષ ખુલ્લુ પાડવા પ્રયત્નશીલ છે. ત્યારે સૈયદ સલાહુદીનને વૈશ્વિક આતંકી જાહેર કરવાથી મોદીના પ્રયાસોને મદદઅંશે સફળતા મળી છે. સલાહુદીન પીઓકેમાં ર૭ વર્ષથી આતંકવાદીઓને તૈયાર કરી કાશ્મીરમાં આતંકવાદ ફેલાવવાની નાપાક હરકત કરે છે