દિલ્હી કેપિટલ્સ માટે મોટો ઝટકો કેપ્ટન સિઝનથી રહેશે દૂર: અય્યર ઓછામાં ઓછુ ચારેક માસ સુધી ક્રિકેટથી દુર રહેશે
ભારતના સ્ટાર યુવા બેટ્સમેન શ્રેયસ ઐય્યરને ઇંગ્લેંડ સામેની ઇનીંગની આઠમી ઓવરમાં ઇજા પહોંચી હતી. ઝડપી બોલર શાર્દુલ ઠાકુરના બોલ પર જોની બેયરસ્ટોએ લગાવેલા શોટને રોકવા માટે ડાઇવ લગાવી હતી. જેને લઇને ઇજા પહોંચતા તેણે ખભો પકડીને મેદાનની બહાર થવુ પડ્યુ હતુ. હવે ખંભો નોખો થઈ જતાં વેન-ડે તો ઠીક IPLમાંથી પણ ઐય્યર બહાર થઈ ગયો છે. મંગળવારે મેચ બાદ બીસીસીઆઇ એ કહ્યુ હતુ કે, શ્રેયસ ઐયરને ખભાનુ હાડકુ ફિલ્ડીંગ દરમ્યાન ખસકી જવાની ઇજા પહોંચી છે. તેને સ્કેન માટે લઇ જવાયો છે. 9 એપ્રિલ થી શરુ થનારી ઇન્ડીયન પ્રિમિયર લીગમાં તેણે કેપ્ટનશીપ કરવાની હતી. 26 વર્ષીય ઐયર ઇંગ્લેંડ સામે પુણે વન ડે માં બેટીંગ દરમ્યાન 6 રન કરીને આઉટ થયો હતો. શ્રેયસ અંતિમ આઇપીએલ સિઝનમાં પોતાની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સને ફાઇનલ સુધી પહોંચાડી હતી. તેની ગેરહાજરીમાં દિલ્હી કેપિટલ્સની કેપ્ટનશીપ ઋષભ પંત, ઓસ્ટ્રેલીયાઇ સ્ટીવ સ્મિથ અથવા સિનીયર ઓફ સ્પિનર આર અશ્વિનને સોંપવામાં આવી શકે છે.ભારતીય બેટ્સમેન શ્રેયસ ઐયર ઇંગ્લેંડ સામેની શ્રેણીની પ્રથમ વન ડે મેચમાં ઇજાગ્રસ્ત થયો હતો. ડાબા ખભાનુ હાડકુ ખસી જવાને લઇને તે સિરીઝની અન્ય મેચમાંથી બહાર થઇ ચુક્યો છે. સાથે જ હવે તે 9 એપ્રિલ થી રમાનારી ઇન્ડીયન પ્રિમિયર લીગથી પણ બહાર થઇ ચુક્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સુત્રોએ જાણકારી આપી હતી કે, ઐયરને ખભાની ઇજાને લઇને સર્જરી કરાવવી પડશે. જેને લઇને તે ઓછામાં ઓછુ ચારેક માસ સુધી ક્રિકેટ થી દુર રહેશે.
બીસીસીઆઈના એક સુત્ર એ કહ્યુ હતુ કે, તેને ઓપરેશન કરવાની જરુરીયાત છે. લાગે છે કે તે આઇપીએલના પ્રથમ હાલ્ફ જ નહી પરંતુ પુરી સિઝન થી બહાર રહેશે. તેને નેટ પર પરત ફરવામાં ઓછામાં ઓછા ચાર મહિનાનો સમય લાગી શકે છે. તે ખૂબ પિડામાંથી પસાર થઇ રહ્યો છે. શ્રેયસને ઇંગ્લીશ કાઉન્ટી ટીમ લેંકશાયર માટે પણ તેમના વન ડે ટુર્નામેન્ટને રમવાનો છે. લેંકશાયરએ સોમવારે જ તેમની સાથે કરારનુ એલાન કર્યુ હતુ. કાઉન્ટી સિઝન 23 જૂલાઇ થી શરુ થનાર છે.