પરિણીત યુગલોમાં વિવિધ શારિરીક ખામીઓના કારણે લાંબા સમય સુધી સંતાનો થતા નથી ત્યારે તેના ઉકેલરૂપે આઇવીએફ ટ્રીટમેન્ટ આશિર્વાદરૂપ સાબિત થઇ રહી છે

આઇવીએફ ટ્રીટમેન્ટથી મોટી ઉંમરના નિ:સંતાન દંપતિઓના ઘરે પણ પારણા બંધાયા છે

એક સમયે નિ:સંતાનપણુ એટલે કે વાંજીયાપણુ  એક મ્હેતા સમાન ગણાતું હતું. સમાજમાં એવી માન્યતા હતી કે પૂર્વ જન્મના પાપે જ પરિણીત દંપતિઓ નિ:સંતાન રહે છે. લોકો સવારમાં આવા નિ:સંતાન દંપતિઓ સામે મળે તો તેને પણ અપશુકન માનતા હતા.

પરંતુ વિકસતા જતા વિજ્ઞાને નિ:સંતાનપણાનો અમુક અંશે ઇલાજ  શોધી કાઢયો છે. તેમાં પણ આઇ.વી.એફ. ટ્રીટમેન્ટથી લાખો નિ:સંતાન દંપતિઓના ઘરે પારણા બંધાયા છે. શારિરીક તકલીફવાળા મોટી ઉમરના સેંકડો દંપતિઓને પણ આઇવીએફ ટ્રીટમેન્ટથી પોતાના સંતાનની નવી આશા જન્મી છે.

સતત બદલાતા જતા વાતાવરણ બદલાતી જતી ખાવા પીવાની આદતો માનસિક તણાવો સહીતના વિવિધ કારણોસર સમગ્ર વિશ્ર્વના પરીણીત દંપતીઓમાં નિ:સંતાનપણાની સમસ્યા વિકરાળ બની દે. તેમાં પણ રૂઢિચુસ્ત મનાતા ભારતીય સમાજમાં નિ:સંતાનપણાને પૂર્વ જન્મના પાપ અને અભિક્ષાપરૂપ માનવામાં આવતું હતું. વિકસતા જતાં વિજ્ઞાને લાંબા સંશોધનો બાદ નિ:સંતાનપણાના વિવિધ કારણો શોધીને તેના ઉકેલ સ્વરુપે વિવિધ સારવાર પઘ્ધતિઓનું સંશોધન થયું હતું.

આપણા દેશ ભારત અને તેમાંપણ આપણા રાજય ગુજરાતમાં તમાકુના વ્યસનનું ભારે દુષણ છે. તેમાં પણ ગુજરાતના ૪૦ ટકા જેટલા પુરૂષોમાં તમાકુ ખાવા કે પીવાનું વ્યસન જોવા મળે છે. આવા વ્યસનના કારણે પણ પુરૂષોમાં શુક્રાણુઓની કમી જોવા મળે છે. જેથી નિ:સંતાનપણાની સમસ્યા ઉભી થાય છે.

આઇવીએફ ટ્રીટમેન્ટનું સંશોધન ઇગ્લેન્ડના વૈજ્ઞાનિકો પેટ્રીક સ્ટેપો અને રોબર્ટ એડવર્ડએ કર્યુ હતું આ વૈજ્ઞાનિકોના પ્રયત્નોથી ૧૯૩૮માં માંન્ચેસ્ટરમાં લુઇસ બ્રાઉન નામના બાળકનો જન્મ થયો

જયારે ભારતમાં ડો. સુભાષ મુખોપાઘ્યાયએ ૧૯૭૯માં આઇવીએફ ટ્રીટમેન્ટનો ઉપયોગ કરીને દુર્ગા નામની બાળકનો જન્મ અપાવ્યો હતો. આ આઇવીએસ ટ્રીટમેન્ટ શું છે? જેની વિગતો આઇવીએફ ટ્રીટમેન્ટના નિષ્ણાંત ડોકટરો પાસેથી મેળવીએ.

પરણીત દંપતિમાં  એવા સ્ત્રી અને પુરૂષમાં વિવિધ શારિરીક ખામીઓના કારણે પુરૂષના શુક્રાણુ અને સ્ત્રીના બીજનું ફલન થતું નથી. જેથી સ્ત્રીઓને કુદરતી રીતે ગર્ભાધાન રહેતું નથી. જેથી આઇવીએફ ટ્રીટમેન્ટમાં આ પ્રક્રિયા લેબોરેટરીમાં કરવામાં આવે છે.

સામાન્ય રીતે આઇવીએફ ટ્રીટમેન્ટ અતિ મોંધી હોવાનું તથા તેમા શુક્રાણુ કે સ્ત્રીબીજ નિ:સંતાન દંપતિ સિવાય અન્યના  હોવા અંગેની માન્યતા પ્રવર્તે છે. જે માન્યતાને આઇવીએફ નિષ્ણાંતોએ ખોટી ગણાવી હતી.

નિ:સંતાન દંપતિઓમાં ભારે પ્રચલિત થઇ રહેલી હાલની આઇવીએફ ટ્રીટમેન્ટમાં ભવિષ્યમાં હજુ પણ અનેક નવા સંશોધનો આવવાની સંભાવના માની રહ્યા છે.

કોઇને કોઇ શારીરિક સમસ્યાના કારણે લગ્નના વર્ષો વીતી ગયા બાદ સંતાનની અપેક્ષા રાખતા અનેક દંપતિઓને નિષ્ફળતા મળે છે. આવા નિ:સંતાન દંપતિઓને અનેક સારવારો, માનતા બાધાઓ રાખ્યા બાદ  પણ સંતાનની ઇચ્છા ફળતી નથી ત્યારે આખરી આઇવીએફ ટ્રીટમેન્ટ કરાવીને પોતાના ઘરે પારણા બંધાવવાની આશા સેવે છે. અને તેમાંથી મોટાભાગના નિ:સંતાન દંપતિઓને તેમાં સફળતા પણ મળે છે.

સંતાન થવાની આશા છોડી ચુકેલા મોટી ઉમરના નિ:સંતાન દંપતિઓને પણ આઇવીએફ ટ્રીટમેન્ટથી સંતાન થવાની સંભાવના ઉભી થાય છે. વિજ્ઞાનની આ અનોખી શોધના કારણે આઇવીએફ ટ્રીટમેન્ટથી સંતાન થવાની સફળતાની ટકાવારી ૮૦ ટકા સુધીની છે.

નિ:સંતાનપણાના ૧૦ ટકા કારણો જ હજુ સુધી શોધી શકાયા છે: ડો. બીનાબેન ત્રિવેદીvlcsnap 2018 10 29 11h58m00s224સમાજમાં જોવા મળતી નિ:સંતાનપણાની સમસ્યા અંગે રાજકોટના જાણીતા ગાયનેકોલોજીસ્ટ ડો. બીના ત્રિવેદીએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે નિ:સંતાનપણુએ વિશાળ વિષય છે તેના કારણોમાં જઇએ તો ૯૦ ટકા કારણોમાં કોઇ જ કારણ મળતું નથી. ૧૦ ટકા કેસમાં કદાચ કોઇ કારણને સચોટ ગણાવી શકીએ છીએ. આ ૯૦ ટકા કારણો સુધી વિજ્ઞાન હજુ પહોંચી શકયું નથી. આ ૯૦ ટકાન

શોધાયેલા કારણોનું અનુમાન લગાવીએ તો વાતાવરણના પરિબળો જેમ કે પ્રદુષણ, જેમ કે ફુડ હેબીટ, પ૦ વર્ષ પહેલાની બહેનો અને આજની બહેનોમાં પણ ફરક આવી ગયો છે. જેથી તેનું મગજ કામમાં રોકાયેલહોય છે. ભણવાથી લઇને કેરીયર સહીતની અનેક જગ્યાએ રોકાયેલું હોય છે.

જેના માનસીક તાણના કારણે તેના અંડાશયમાં કુદરતી રીતે બીજ નીકળવાની  અને તેની ફળદ્રુપ થવાની પ્રક્રિયામાં પરિવર્તન આવી જતુ હોય છે. ઘણી વખત ઇમ્યુનોલોજી ફેકટર, ક્રોમોઝોન મિસમેચ થવાના સહીતના અનેક કારણો ૯૦ ટકા ન શોધાયેલા કારણોમાંના છે.

દર ૧૦૦ ઇન્ફર્ટીલીટી વાળા કેસોમાંથી ૩૦માં કારણ ભાઇઓમાં હોય છે. કારણ કે સ્પર્મકાઉન્ટ પણ એટલા એબ્નોર્મોલ હોય છે. આપણા સમાજમાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા પુરૂષોને ટેસ્ટ કરાવવા માટે માનસિક રીતે તૈયાર કરવા પડે છે. તેમને સીઝેન ટેસ્ટ કરાવવું માનહાનિ જેવું લાગે છે તેમ જણાવીને ડો. બીનાબેન ત્રિવેદીએ અંતમાં જણાવ્યું હતું.

હકિકતમાં આ ટેસ્ટ નોર્મલ બ્લડ કે યુરીન ટેસ્ટ જેવી છે ભાઇઓમાં સ્પર્મા કાઉન્ટ ઓછા હોય, ર્સ્પમામાં મોટીબીર્ટી એટલે કે ફરવાની શકિત હોય તેવી ૧૦૦ અ ૩૦ ટકા જોવા મળે છે. નિ:સંતાન પણા માટે ૭૦ ટકા બહેનોની સમસ્યા કારણભૂત હોય છે.

આપણે વાત કરી તેમ ૯૦ ટકા કોઇ કારણરુપ નથી જે ૧૦ ટકામાં નિ: સંતાનપણાના કારણે શોધી શકાયા છે. તેમાં ૩૦ ટકા ભાઇઓમાં સ્પર્મ કાઉન્ટનો પ્રોબ્લેમ હોય છે બાકીના ૭૦ ટકા માં બહેનોને વિવિધ કારણોસર ગર્ભાશયની મુશ્કેલી કારણરુપ છે.

આઇવીએફથી ખોડખાંપણવાળા બાળકોને જન્મતા અટકાવી શકાય છે: ડો. રમેશ કછારીયાvlcsnap 2018 10 29 11h58m50s212આઇવીએફ ટ્રીટમેન્ટની પઘ્ધતિ અંગે રાજકોટના જાણીતા આઇવીએફ નિષ્ણાંત ડો. રાજેશ કછારીયા એ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે અત્યારે ટેકનોલોજી ખુબ વિકસીત થઇ ગઇ છે. આઇવીએફમાં પહેલા માસિકતા બીજા દિવથસ સ્ત્રીને સ્ત્રીબીજ બનવાના ઇન્જેકશન આપીએ છીએ.

આઠથી દસ દિવસ તે ઇન્જેકશન ચાલે છે. જયારે તેની પ્રોપર સાઇઝના બીજ બને ત્યારે બીજ છુટુ પાડવાના ઇન્જેકશનના આપીએઅને બીજ છુટુ પડે તેના એકાદ કલાક પહેલા સ્ત્રીને એનેસ્પેસીયા આપીને સ્ત્રીના બીજ બહાર કાઢી લઇએ છીએ.

તેને લેબોરેટરીમાં પુરૂષના શુક્રાણુઓ સાથે ખાસ ટેકનોલોજી દ્વારા ઇકસી મશીન પર અમે સ્ત્રી અને પુરૂષના બીજનું  ફલન કરીને બાળક બનાવીએ બાળકને જેવું શરીરની અંદર વાતાવરણ હોય તેવું લેબોરેટરીમાં વાતાવરણ આપીને ૩ થી પ દિવસ સુધી મોટા કરીએ પછી જયારે બાળક મોટું થાય ત્યારે તેનો ગર્ભમાં ફરીથી મુકવામાં આવે છે આઇવીએફમાં સારવારમાં સફળતામાં સાન્સસ આઇવીએફ ટ્રીટમેન્ટમાં ૮૦ થી ૯૦ ટકા સુધીના છે.

અત્યારે આઇવીએફ ટ્રીટમેન્ટમાં ઘણી લેટેસ્ટ ટેકનોલોજી આવી છે જેમ કે વીટ્રીફીકેશન, લેઝર આરસીટેડ હેચીંગ પ્રિ ઇમ્પાઇલટેશન  જીનેટીક ડાયનોરસ્ટીક એન્ડ સ્ક્રીનીંગ જે બહુ જ અતિ આધુનિક ટેકનોલોજી ગણાય કે જેમાં વારંવાર કસુવાવડ થતી હોય ખોડખાંપણવાળા બાળકો થતા હોય.

તો તેનું બાળક પાંચ દિવસનું થાય તેમાંથી બાળકનું સેલ લઇને લેબોરેટરીમાં તેના જીનેટીક ટેસ્ટ કરીને જે નોર્મલ હોય તેવા બાળકને અંદર મુકીએ એટલે બાળક ખોડખાંપણવાળા ઓછા થાય. વીટ્રીફીકેશન એટલે કે બાળકને ફ્રીઝ કરી દઇએ ઘણાં લોકોને બાળક પછી જોઇતું હોય અથવા તો બહુ બીજ બનતા હોય.

તે લોકોને બાળક ફ્રીજ કરીને ફરીથી માસિક આવી જાય પછી ફરીથી મુકીએ તો તે લોકોને નોર્મલી પ્રેગનન્સી ન રહેતી હોય પણ આઇવીએસ ટ્રીટમેન્ટમાં પ્રેગનન્સી રહે છે અને ભવિષ્યમાં જે સ્ત્રીને સ્ત્રીબીજ આવેલ હોય અથવા કે જેને ગર્ભાશયની દિવાલ ન બનતી હોય તેને સ્ટેમસેલ થેરાપીજી આગળ એડવાન્ટેજ મળશે. જેથી ભવિષ્યમાં સ્ટેમસેલનો રોલ આવશે ખરો કેમ ડો. કછારીયાએ અંતમાં ઉમેર્યુ છે.

આઇવીએફની ટ્રીટમેન્ટ થોડી મોંધી છે પણ સંતાનની ખુશી મહત્વ છે: ડો. સંજય દેસાઇvlcsnap 2018 10 29 11h59m30s108રાજકોટના આઇવીએફ નિષ્ણાંત ડો. સંજયભાઇ દેસાઇએ અબતક સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે વંઘ્યત્વએ આજની સૌથી મોટી સમસ્યા છે.

દર ૧૦૦ વ્યકિતમાંથી ૨૫ થી ૩૦ બહેનો વ્યંદત્વની ફરીયાદ લઇને હોસ્પિટલ જતા હોય છે તેમાંથી ૫૦ થી ૬૦ ટકા કેસો પ્રાથમીક સારવારમાં પરીણામ તા હોય છે. તેમને ટેસ્ટ ટયુબ બેબીના જરુર રહેતી નથી. બાકીના કેસ જે પ્રાથમીક સારવારથી સોલ્વ નથી થતા તેવા કેસમાં આઇવીઇ. કે ટેસ્ટ ટયુબ બેબીની સારવાર કરવી પડતી હોય છે.

આઇવીએફ એટલે ઇન વીટ્રો ફર્ટીલાઇઝેશન એટલે ગર્ભ જે બહેનોના શરીરમાં કુદરતી રીતે બનાવો કોઇએ કોઇ સંજોગવસાત કે શારીરીક પ્રોબ્લેમ ને હીસાબે નથી બનતો એવા કેસમાં ગર્ભ બનાવાની પ્રક્રિયા એટલે વૈજ્ઞાનિક રીતે બનાવેલ લેબોરેટરીમાં ગર્ભ બનાવામાં આવે છે. આ ગર્ભ સરસ તંદુરસ્ત અવસ્થામાં હોય ત્યારે તંદુરસ્ત અવસ્થા વાળા ગર્ભ કે શરીરમાં મુકવામાં આવે છે. એ ગર્ભ ૯ મહીનાના સમયમાં વિકસીત થઇ કુદરતી રીતે માતાના કુખેથી જન્મ થાય છે.

ડો. દેસાઇએ આ સારવાર મોંધી હોવા અંગે જણાવાયું હતું પરંતુ આમ જોઇએ તો સામાન્ય છાતીના દુ:ખાવામાં પણ ર થી ૨.૫ લાખ ખર્ચ થતો હોય છે. બંધત્વ નીવારણ કરવું એ બહુ મોટી વાત છે. ઘણા ફેમીલીમાં ૨૫-૩૦ વષથી સંતાન નથી એવા પરીવારમાં એક પુષ્પ રુપી બાળક આપી ને ખુશીનો માહોલ ઉભો કરવો એ ખુબ મોટું કામ છે. આવા કાર્ય માટે ૧ થી ૧.૫ લાખ  ખર્ચએ મોટી વાત નથી સામાન્ય છે. અને આઇવીઇ ટ્રીટમેન્ટ માટે બીજ લેવા માટે જે ઇન્જેકશન વપરાય છે. તે ૧ર૦૦૦ રૂપિયા નું આવે છે.

હોર્મોન્સના ઇન્જેકશન મોંધા હોય છે. જે સરેરાશ ૩પ થી ૪૦ હજાર હોય છે. આટલા મોંધા ઇન્જેકશન આપ્યા પછી આપણને સ્ત્રી બીજ મળે છે ગર્ભ બનાવા માટેની ટેકનોલોજી તથા તેના એકસપર્ટ વૈજ્ઞાનિક નિયમ પ્રમાણે ની લેબોરેટરી ખુબ જ ખર્ચાય છે. આ બધા ખર્ચ ઉમેરવામાં આવે છે. એટલે આઇવીઇ ટ્રીટમેન્ટ માં ૧ થી ૧.૫ લાખ ખર્ચ આવે છે. અને પરીણામ લક્ષી સારવાર કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.