વીંગ્ઝ આઈવીએફ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલે અનેક દંપતીઓને આપ્યા ખોળાના ખૂંદનાર
વિશ્ર્વમાં અત્યારે વસ્તી વિસ્ફોટ એક મોટી સમસ્યા છે ત્યારે બીજીબાજુ લાખો નિ:સંતાન દંપતિઓ એક “ખોળાનો ખૂંદનાર ઝંખી રહ્યાં છે. કોઈને કોઈ શારિરીક ખામીના કારણે અથવા પુરી જાણકારીને અભાવે આવા દંપતીઓ મોટી ઉંમર સુધી સંતાન પ્રાપ્તિ કરી શકતા નથી. ઘણા કિસ્સાઓમાં અધકચરી સારવાર કરાવીને નાની સમસ્યાને વધુ જટીલ બનાવી મુકે છે. છેવાડાના ગામડાઓમાં શિક્ષણનાં અભાવને કારણે ભુવા-ભરાડી કે દોરા-ધાગાના ચક્કરમાં ફસાયેલા નિ:સંતાન દંપતિઓ નિરાશાની ગર્તામાં ધકેલાય જાય છે. યોગ્ય માર્ગદર્શન મળવામાં થતા વિલંબને કારણે જયારે વૈજ્ઞાનિક પદ્ધતિથી સારવાર કરાવવા યોગ્ય જગ્યાએ પહોંચે છે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. વળી અમુક સચોટ વૈજ્ઞાનિક પધ્ધતિઓ વિશે સમાજમાં પ્રવર્તતી ગેરમાન્યતાઓને કારણે હજારો નિ:સંતાન દંપતિઓ જીંદગીભર સંતાન પ્રાપ્તિથી વંચિત રહી જાય છે. ખાસ બાબત એ પણ છે કે સરકારી સ્તરે આવી વૈજ્ઞાનિક પદ્ધતિનો પ્રચાર-પ્રસાર કરવામાં આવતો ન હોવાથી યોગ્ય જગ્યાએ યોગ્ય જાણકારી પહોંચતી નથી.
આધુનિક ટેકનોલોજી આધારિત સારવાર આપતી ‘વિંગ્સ હોસ્પિટલ’ રાજકોટમાં ૧૪૦ ફૂટ રીંગ રોડ, નાણાવટી ચોક, સ્ટર્લિંગ હોસ્પિટલની સામે નિ:સંતાન દંપતિઓ માટે એક આશાનું કિરણ છે. પાછલા બે વર્ષોથી ડો.સંજય આર.દેસાઈના (એમ.ડી.ગાયનેક. આઈ.વી.એફ અને ઈનફર્ટિલિટી એકસપર્ટ) નેજા હેઠળ સારવાર આપતી આ હોસ્પિટલ અમદાવાદની ખ્યાતનામ વિંગ્સ હોસ્પિટલની વિવિધ શહેરોમાં સ્થપાયેલી ચેઈન પૈકીનો એક અમૂલ્ય મણકો છે. ડો.સંજય દેસાઈ અને ડો.જયેશ અમીનનાં ઉત્કૃષ્ઠ માર્ગદર્શન હેઠળ વિવિધ વિભાગોની નિષ્ણાંત ટીમ દ્વારા આઈ.વી.એફ., આઈ.યુ.આઈ. આઈ.સી.આઈ.આઈ. અને પી.આઈ.સી.આઈ. જેવી નિ:સંતાન દંપતિઓને સંતાન પ્રાપ્તિમાં મોટેભાગે સફળતા જ મળે તે પ્રકારની સારવાર ઉપલબ્ધ કરાવાય છે. જેની સીધી સાદી સમજ ડો.સંજય દેસાઈએ આપતા જણાવ્યું હતું કે, સામાન્ય રીતે કોઈ પણ કારણોસર સંતાન પ્રાપ્તિ માટે સ્ત્રીબીજ અને પુરૂષબીજનું મિલન કુદરતી રીતે સંભવ બનતું ન હોય ત્યારે આઈવીએફ પદ્ધતિ એટલે કે ટેસ્ટ ટયુબ દ્વારા એ શકય બનાવવામાં આવે છે.
રાજકોટમાં એક ઉત્તમ ફેસેલીટી ધરાવતી વિંગ્સ હોસ્પિટલ ટેસ્ટ ટયુબ બેબીની સારવાર પદ્ધતિમાં કાઠુ કાઢી ચૂકી છે. જયાં સંતાન પ્રાપ્તિ માટેની છેલ્લામાં છેલ્લી આધુનિક પદ્ધતિ દ્વારા ઉચ્ચ કોટીની સારવાર સફળતાપૂર્વક આપવામાં આવે છે. સંતાન સુખ ન મળવામાં ભારતીય સમાજમાં મોટેભાગે અત્યાર સુધી સ્ત્રીઓને જ જવાબદાર માનવામાં આવતી હતી. પણ હવે પુ‚ષ પ્રધાન સમાજમાં પણ એ વાત સ્વીકારવામાં આવી રહી છે કે સંતાન પ્રાપ્તિમાં અડચણરૂપ અમુક સમસ્યામાં પુ‚ષ પણ જવાબદાર હોય છે. વિંગ્સ હોસ્પિટલમાં વંધ્યત્વ માટે જવાબદાર પુ‚ષોની પણ વૈજ્ઞાનિક ઢબે તપાસ કરીને પરિણામલક્ષી સારરવાર કરવામાં આવે છે. આ માટે આ હોસ્પિટલમાં આ ક્ષેત્રે અનુભવી ડોકટરોની તાલિમબદ્ધ નર્સોની ટીમ ઉપરાંત શિસ્તબદ્ધ અન્ય સ્ટાફ હોસ્પિટલમાં સારવાર અર્થે આવનાર નિ:સંતાન દંપતિઓને એક ખાત્રીબદ્ધ વાતાવરણ પૂરું પાડે છે. ૨૦૦૦ સ્કવેર ફૂટની વિશાળ જગ્યામાં ફેલાયેલી આ હોસ્પિટલમાં એમની પાસે રહેલી આધુનિક ટેકનોલોજી સારવારની સચોટતામાં નિર્યાયક ભાગ ભજવે છે. સંતાન પ્રાપ્તિ માટે ઠેર-ઠેર ભટકીને આહેધડ કરેલો ખર્ચ મોટેભાગે લેખે નથી લાગતો પણ યોગ્ય સમય યોગ્ય જગ્યાએ સારવાર કરાવવાથી કરેલા ખર્ચનું પુરેપુરું વળતર સંતાન પ્રાપ્તિની સફળતાનાં સ્વરૂપે મળે છે.