- ડોકટર અંડાશયને ઉત્તેજીત કરવા સ્ત્રીઓમાં ગર્ભાવસ્થા માટે આ પઘ્ધતિનો કરે છે ઉપયોગ
- આર.વી.એફ.ની સહાયક પ્રજનન તકનીકની વિવિધ સુવિધાઓ શહેરમાં ઉપલબ્ધ
રિપોર્ટર: અરૂણ દવે
આજકાલ યુવા વર્ગમાં પણ નિ:સંતાન પણાની તકલીફ જોવા મળે છે, ત્યારે આઇ.વી.એફ. ની વિવિધ ટેકનીક આશિર્વાદરૂપ સાબીત થઇ રહી છે. આઇ.વી.એફ. પ્રક્રિયા માટે તેના ઇંજેકશન ટેકનીક ખુબ જ સફળ રહી છે. પ્રજનન નિષ્ણાંત ડોકટરની સલાહ મુજબ આ સારવાર કરવાથી ધાર્યા પરિણામો મળતા હોવાથી આજે ઘણા યુગલો આ ટેકનીકનો સહારો લે છે. આ દવાની સામાન્ય આડઅસરમાં દુ:ખાવો, એલર્જીક પ્રતિક્રિયા, પેટમાં સોજો જેવી નાની નાની અસરો જોવા મળે છે. આઇ.વી.એફ. ઇંજેકશન સામાન્ય રીતે સ્ત્રીના અંડાશયમાં ઇંડાના સામાન્ય વિકાસમાં મદદ કરે છે, અને તંંદુરસ્ત, પરિપકવ ઇંડાનું નિર્માણ કરે છે. આ સારવારથી સફળ ગર્ભાવસ્થાની તક વધારે છે. આ પઘ્ધતિમાં શુક્રાણુંઓની ઓછી સંખ્યામાં વધારો કર છે. વંધયત્વ એ વૈશ્ર્વિક ચિંતા છે, ત્યારે તેની વિવિધ સારવાર ઉપલબ્ધ હોવાથી આ સમસ્યા નિવારી શકાય છે. આ સારવારમાં હોર્મોન્સને અંડાશયમાં ઇન્જેકટ કરવામાં આવેછે, ત્યારે તેઓના ઇંડાને ઉત્તેજીત કરે છે.
ઇન્દીરા આઇ.વી.એફ. દંપતીઓને ‘સંતાન’રૂપી સુખ આપવા હંમેશા તત્પર: ડો.મનીષ ચાવડા
‘અબતક’ સાથેની વાતચીતમાં ઇન્દીરા આઇ.વી.એફ.ના ડો. મનીષ ચાવડાએ જણાવ્યું હતું કે ભારતમાં અમારી 140 શાખાઓ કાર્યરત છે. રપ0 ગાયનોકોલોજીસ્ટ ના નેટવર્ક દ્વારા એક કરતાં વધારે અભિપ્રાય મેળવી ટ્રીટમેન્ટ કરીએ છીએ. આઇ.વી.એફ. એકી સાથે બીજના ગ્રોથ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઇંજેકશન દર્દીની ઉમર, વજન અને ઇંડાની ગુણવતા અનુસાર આપવામાં આવે છે. ચામડીની નીચે આપવામાં આવતું હોવાથી દર્દ રહીત છે.ડાયાબીટીસના દર્દીઓ ‘સ્વ’ રીતે ઇંજેકશન લઇ શક તેમ આઇ.વી.એફ. ઇંજેકશન પણ ‘સ્વ’ રીતે લઇ શકાય છે. ઇંજેકશન લીધા બાદ પ્રાણાયામ તથા સમયની કાળજી રાખવી જરુરી બને છે. દરરોજ એક સમયે જ ઇંજેકશન લેવું અનિવાર્ય છે. અમારા નેટવર્ક સાથે દંપતિઓને બાળરૂપી સુખ આપવા હંમેશા તત્પર છીએ.
સંતાનનું સુખ મેળવવાં આઇ.વી.એફ. ઈન્જેક્શન આશિર્વાદરૂપ: ડો.કૈલાસ ઓચવાણી
‘અબતક’ સાથેની વાતચીતમાં ડો. કૈલાસ ઓચવાણીએ જણાવ્યું હતું કે, જેમને ગર્ભ ધારણ કરવામાં મુશ્કેલી થતી હોય અથવા મેનોપોઝનો સમયગાળો બંધ થઇ ગયો હોય તેના માટે આઇવીએફ ઇંજેકશનથી ગર્ભ ધારણ કરી શકાય છે. માસિક ધર્મના બીજ દિવસથી શરુ કરીને આઠ થી બાર દિવસ સુધી નિયમિત આપવામાં આવે છે. મલ્ટી બીજના ગ્રોથ માટે કાર્યરત છે. આ ઇંજેકશનની આડઅસર ઓછી છે. આઇવીએફ ઇંજેકશન સુરક્ષા સાથે આપવામાં આવે છે. ભૂતકાળમાં ઇંજેકશન વિના ગર્ભધારણ કરી શકાતો પણ તે સર્જરી થોડી મુશ્કેલ હતી એડવાન્સ ટેકનોલોજીની સફળતાપૂર્વક ગર્ભ ધારણ કરી શકાય છે માટે આઇ.વી.એફ. ઇંજેકશન ખરેખર આશીર્વાદરૂપ સાબિત થયું છે.
આઇ.વી.એફ. ઈન્જેક્શન થકી સારા ગર્ભનું થાય છે નિર્માણ: ડો. મનાલી કારીયા
‘અબતક’ સાથેની વાતચીતમાં નોવા વિગ્સ આઇવીએફમાં એસોશિયેટ પ્રેકટીસનર તરીકે પ્રેકટીસ કરતાં ડો. હેમાલી કારીયાએ જણાવ્યું હતું કે આઇવીએફ ઇંજેકશન થકીગર્ભ નિર્માણ કરવામાં આવે છે. માસિકના બીજા કે ત્રીજા દિવસે ઇંજેકશન આપવામાં આવે છે. આ ઇંજેકશનથી વધુ માત્રામાં બીજ બને છે. જેને લેબોરેટરીમાં લઇ જવામાં આવે છે. ત્યારબાદ શુક્રાણું સાથે ફલન કર્યા બાદ સારો એવું ગર્ભ બને છે જેના ભાગરુપે પેટમાં દુ:ખાવો, ઉલ્ટી ઉબકા થાય છે. તેની કોઇ વધારે આડઅસર થતી નથી.
હવે, મહિલાઓ ગમે તે વયે કરી શકશે ગર્ભધારણ: ડો. ગીતા માંકડીયા
‘અબતક’ સાથેની વાતચીતમાં ડો. ગીતાબેન માંકડીયાએ જણાવ્યું હતું કે, અંડાશયમાં બીજનો ગ્રોથ કરવા માટે આઇવીએફ ઇંજેકશન મહત્વની ભુમિકા ભજવે છે. આ ઇંજેકશન પેટ પર કે કમર પર આપવામાં આવે છે. જે દંપતિને પ્રેગ્નેસી નથી રહેતી તેના માટે આઇવીએફ ઇંજેકશનથી દામ્પત્યનું સુખ મેળવી શકાય છે. આઇવીએફ ઇંજેકશનની આડ અસર ઓછી છે રેડનેસ, ઉલ્ટી ઉબકા જેવી નાની મોટી અસર થાય છે. ઇંજેકશન વિના સારુ ગર્ભ મળી રહેતું નથી. માટે આઇવીએફ ઇંજેકશનના અનેક ફાયદા છે અને હવે તો એડવાન્સ ટેકનોલોજી થકી જે મહિલાઓના લગ્ન મોડા અથવા નાની ઉમંરે બેબી પ્લાન ન કરવા માંગતા હોય તો ઇંડાને સાચવી રાખવામાં આવે છે અને ગમે ત્યારે તેમાંથી ગર્ભ ગ્રોથ કરી શકાય છે.