સૌરાષ્ટ્ર યુનિ.ના આઇ. કયુ. એ. સી. સેલ દ્વારા વિવિધ કોલેજોના આચાર્યો ભવનના વડાઓ માટે નેશનલ એસેસમેનટ એન્ડ એક્રીડીટેશન કાઉન્સીલના સહયોગથી નવી મૂલ્યાંકન પઘ્ધતિ પર ના રાષ્ટ્રીય સેમીનારનું આયોજન કરવામાં આવેલ.
આ પ્રસંગે કુલગુરુ નીતીનભાઇ પેથાણી, કુલનાયક ડો. વિજયભાઇ દેસાણી, નેકના મુખ્ય માર્ગદર્શક એ.વી. પ્રસાદ, ડો. બી.એસ. મધુકર, રજીસ્ટ્રાર રમેશભાઇ પરમાર, આઇ.કયુ.એ.સી. ના કો. ઓપરેટીંગ આલોક ચક્રવાલ, પૂર્વ મહીલા કુલપતિ નિલાંબરીબેન દવે, પૂર્વ કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ વગેરે ઉ૫સ્થિત રહ્યા હતા.
આગામી વર્ષ ૨૦૧૯ ના નેકના મૂલ્યાંકનના અનુસંધાને ડો. એ.વી. પ્રસાદ તથા મધુકરજીએ નવી મૂલ્યાંકન પઘ્ધતિ, ઓનલાઇન ડેરા સબમીટની પઘ્ધતિ, ગ્રેડીંગ સીસ્ટમ તથા અન્ય નેક મૂલ્યાંકન સબંધી મહત્વની જાણકારી આપી હતી. આ પ્રસંગે કુલપતિ નીતીનભાઇ પેથાણી તથા કુલનાયક ડો. વિજયભાઇ દેસાણીએ પણ આ સેમીનારની અગત્યતા જણાવી હતી તેમણે તમામ ઉ૫સ્થિત આચાર્યો, ભવન અઘ્યક્ષને નવી મૂલ્યાંકન પઘ્ધતિ નો અભ્યાસ કરી પોતાની કોલેજ તથા યુનિવર્સિટીને એ પ્લસ ગ્રેડ મળે તે માટે કમર કસી મહેનત કરવા જણાવેલ.