આજના સ્પર્ધાત્મક અને ટેકનીકલ યુગમાં નવા નવા સંશોધનો નવા આવિસ્કારો થતા રહે છે. ભારત અને સૌરાષ્ટ્રના અધ્યાપકો સંશોધન કરતા વિદ્યાર્થીઓએ અનેક નવા આવિસ્કારોની ભેટ આપી છે. પરંતુ યોગ્ય માહિતીના અભાવે પોતાના અમૂલ્ય જ્ઞાન સંશોધનોને સુરક્ષીત કરી શકતા નથી જેનો લાભ બીજા તકવાદીઓ લઈલે છે.
આવુ ન થાય એટલા માટે કોઈપણ નવા ઈનોવેશનની પેટન્ટ લઈ તેના દ્વારા સંશોધનને પોતાના નામે સુરક્ષીત કરી કમાણી કરી શકાય છે. તે માટેનો સેમીનારનું આયોજન કરેલ છે. તેમ આઈ.કયુ.એ.સી. ના ડાયરેકટર ગિરીશ ભિમાણીએ જણાવેલ હતુ
સેમીનારમાં પેટન્ટ એટલે શું, પેટન્ટ કઈ રીતે પાઈલ કરી શકાય, પેટન્ટ પ્રક્રિયાની તબકકાવાર પ્રોસેસ, નવા નવ સંશોધનોની પેટન્ટની જાણકારી, અને ભારત તથા આંતરરાષ્ટ્રીય પેટન્ટ માટેના કાયદાની તલસ્પર્શી વિગતો તજજ્ઞોએ આપેલ હતી. આ સેમીનારમાં તજજ્ઞ તરીકે નિલમબેન ગદાણી, કૃણાલ દલસાણીયા, કેતનભાઈ ભટ્ટે માહિતી આપેલ હતી.
આ સેમીનારમાં સ્વાગત પ્રવચન રજીસ્ટાર ધિરેનભાઈ પંડયાએ કરેલ જયારે સંચાલન અને સેમીનારના મુખ્ય હેતુ અને આ સેમીનારની યુનિ.ના સંશોધનકર્તા ને કઈ રીતે ઉપયોગીતાની બાબતોની માહિતી આઈ કયુ એ.સી.ના કોઓર્ડીનેટર આલોક ચક્રવાલસરે આપેલ હતી. મહેમાનોનો પરિચય સમીર વૈધે કરાવેલ કાર્યક્રમ માટે આઈ.કયુ. એ.સી. સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.