પાલિતાણા શહેરના મોટી રાજસ્થળી રોડના શીતળા માતાના મંદિર પાસે માતા એક્ટિવા લઈને પુત્ર અને પુત્રીને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતાં . એ દરમિયાન કોઝવે પરથી ત્રણેય લોકો તણાયાં હતાં , જેમાં પુત્ર અને પુત્રીનાં મોત થયાં હતાં.

પાલિતાણા શહેરની લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતાં અને મોટી રાજસ્થળી રોડ શીતળા માતાના મંદિર પાસે આવેલા નાળા પાસેથી એક્ટિવા લઈને માતા બંને બાળકોને શાળાએ મૂકવા જઈ રહ્યાં હતાં. એ દરમિયાન નાળામાં એક્ટિવા સાથે ત્રણેય લોકો તણાયાં હતાં. જોકે માતા મીનાબેનનો બચાવ થયો છે , જ્યારે પુત્રી અને પુત્ર પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં .

Captureઆ ઘટનાની જાણ થતા તાત્કાલિક પાલિતાણા નગરપાલિકાની ફાયરબિગ્રેડ ઘટનાસ્થળે પહોંચી તણાયેલી વ્યક્તિની શોધખોળ હાથ ઘરી હતી . જહેમત બાદ જેઠવા કિરણ રાજુભાઈ ( ઉં.મ .૧૨ ) અનેજેઠવા વિનય રાજુભાઈ ( ઉં.મ.૧૮ ) ના મૃતદેહો મળ્યા હતા . ઘટના સ્થળે લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યાં હતાં.

આ ઘટનાને લઈ પાલિતાણામાં શોકનું મોજું ફરી વળ્યું હતું . પોલીસે આ ઘટનાને જરૂરી કાગળો કરી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે પાલિતાણા માનસિંહજી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.