જમ્મુ-કાશ્મિર હડપ કરી લેવાની મેલીમુલાદમાં રાઝતા અલકતાવાદી તત્વોને કલમ-370ની નાબૂદીથી જમ્મુ-કાશ્મિરની સ્વાયતતા અને ખાસ દરજ્જાની સમાપ્તીથી નાશી પાસ થયેલાં દેશવિરોધી તત્વો હવે માનવતાને નેવે મૂકી નૃશંશ, હત્યાકાંડ આચરીને કાયરતા ભર્યા કૃત્યોથી દિનપ્રતિદીન માનવતાની નજરે હલકા પૂરવાર થઇ રહ્યાં છે. નિર્દોષની હત્યા અને હિંસાની આરાજકતાની કાશ્મિર, કશ્મિરીયત અને સમગ્ર માનવ જાત થરથરી રહી છે ત્યારે દેશ વિરોધી તત્વોને કાયમી ધોરણે ખતમ કરીને પૃથ્વી પરના સ્વર્ગ ગણાતા કાશ્મિરમાંથી આસૂરોનો સંપૂર્ણપણે ખાત્મો કરવાનો હવે સમયે પાકી ગયો છે.

આતંકવાદને કોઇ ધર્મ હોતો નથી. બંદૂકની ગોળી ક્યારેય નાતજાત પૂછીને લોહી વહાવતી નથી. નીજ સ્વાર્થને  સાધવા માટે જમ્મુ-કાશ્મિરને વર્ષો ધમરોળતા તત્વો હવે બંધારણીય અને સામાજીક રીતે સંપૂર્ણપણે નાશીપાસ થઇ ચૂક્યાં છે ત્યારે ફરીથી 1990ના દાયકાની જેમ નાપાક ઇશારે આતંકીઓ નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારવા લાગ્યા છે. તેવા સંજોગોમાં જમ્મુ-કાશ્મિરમાં હવે વીણીને વીણીને દેશદ્રોહી તત્વોની વ્યાપક સાફસૂફીની આવશ્યકતા ઉભી થઇ છે. ભારત સાથે પ્રત્યેક્ષ યુધ્ધમાં ક્યારેય ફાવવાની હેસીયત ન ધરાવતાં શત્રુ દેશો ગુમરાહ યુવાનો અને ટેરર ફડીંગના જોરે જમ્મુ-કાશ્મિરને સતત સળગતું  રાખવાની પેરવી કરી રહ્યાં છે.

હવે તો જમ્મુ-કાશ્મિરની જંજીર બની ચુકેલી કલમ-370નુ અસ્તિત્વ પણ રહ્યું નથી. કાશ્મિરના પ્રશ્ર્નોને ઉકેલવામાં હવે રાજ્ય અને કેન્દ્રના અધિકારોની વિસંગતતાના બંધનો પણ રહ્યાં નથી. કેન્દ્ર શાસિત પ્રદેશના દરજ્જાથી લેહ સહિતના સીમાવર્તી વિસ્તારો અને જમ્મુ-કાશ્મિરના વિભાજનથી રાજ્યમાં કેન્દ્રની સત્તાનો પ્રભાવ બંધારણીય રીતે વજનદાર બન્યું જ છે ત્યારે હવે જમ્મુ-કાશ્મિરની શાંતિ અને અમનપ્રિય પ્રજાની સુરક્ષા માટે યુધ્ધ એ જ કલ્યાણની નીતીથી પ્રજા વચ્ચે રહી ભાંગફોડ અને દેશ વિરોધી તત્વને મદદરૂપ થતાં ગદ્ારોને વીણીવીણીને ઠેકાણે પાડવાનો સમય પાકી ગયો છે. જમ્મુ-કાશ્મિરની પ્રજાએ ક્યારેય હિન્દુસ્તાનની ગદ્ારીને ક્યારેય પ્રોત્સાહન આપ્યું નથી. નાપાક આતંકીઓની ગોળીએ વિંધાનારાઓ ભારતીયો તરીકે જ વિંધાયા છે.

નાપાક તત્વો સામે વિઘ્ન ઉભા કરનારા લોકોઓને ઠાર મારવામાં આતંકવાદીઓ ક્યારેય ધર્મ જોયો નથી, આતંકવાદને કોઇ ધર્મ હોતો નથી તે જમ્મુ-કાશ્મિરમાં દાયકાઓથી સિધ્ધ થયેલી કડવી હકિકત છે. જમ્મુ-કાશ્મિરની પ્રજા હંમેશા અમન પસંદ પ્રજા તરીકે ઇતિહાસમાં નોંધાયેલી છે. ભૂતકાળના આક્રમણ કાળમાં પણ કાશ્મિરી પ્રજાએ આક્રમણખોરો સામે ઢાલ બનીને દેશની સુર્ક્ષાનું રક્ષણ કર્યું છે.

કારગિલ યુધ્ધ હોય કે ઘૂસણખોરીની ઘટનાઓ જમ્મુ-કાશ્મિરની પ્રજાએ દેશના સુરક્ષા તંત્ર, સૈનિકો અને ગુપ્તચર વિભાગોને પોતાની જાનની પરવાહ કર્યા વગર દુશ્મનોના ઇરાદાઓ નાકામ કરવા બાતમી આપવામાં ક્યારેય પાછીપાની કરી નથી. અત્યાર સુધી શાંત રહેલ રાજ્યને ફરીથી જૈહાદી આતંકવાદથી સળગાવવા માટે હવાતીયા મારી રહેલા આતંકીઓને દેશના ગદ્ારોને સાફ કરી પૃથ્વી ઉપરના સ્વર્ગ ગણાતા જમ્મુ-કાશ્મિરને આસૂરોથી મુક્તિ અપાવવા માટે હવે અંતિમ યુધ્ધ જેવી કાર્યવાહી શરૂ કરવાનો સમય પાકી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.