ક્યાક આભમાં વીજળી,
ક્યાક પવનના સુસવાટા,
ક્યાક સંભળાય વીજળીના કડાકા,
ક્યાક અમીછાટાની વધામણી,
ક્યાક ખેડૂતોમાં નવી આસ,
ક્યાક ખેતરોમાં નવો પાક,
ક્યાક મોરના ટહુકા,
ક્યાક લોકો અને બાળકોમાં ખુશાલી,
ક્યાક આકાશી ચર્ચા,
ક્યાક સાદ સંભળાય “એ આવ્યો વરસાદ”,
એવી આ વરસાદીની ઘડી.
ક્યાક આવે સોડમ માટીની,
ક્યાક ઘરોમાથી નવી વાનગીની,
ક્યાક કરાય ઠંડકની અનુભૂતિ,
ક્યાક થાય વરસાદની માપણી,
ક્યાક વર્ષે મન મૂકી,
ક્યાક આવે છાંટી- છાંટી,
ક્યાક પ્રેમ પાંગરે,
ક્યાક મુખ પર હાસ્ય મલકાય,
ક્યાક સમજાય આનંદનું મૂલ્ય,
ક્યાક થાય વાતો બસ માણો આ ઘડી,
ક્યાક હોય મુશ્કેલી તો ક્યાક મજા,
ક્યાક લોકોના દેખાય નવા રંગ રૂપમાં,
ક્યાક દેખાય પરીવર્તન પ્રકૃતિમાં,
ક્યાક સર્જાય માનવ મહેરામણ,
એવી આ વરસાદીની ઘડી.
કવિ : દેવ એસ. મહેતા