જાના હૈ જાપાન પહોચ ગયે અમેરિકા
વર્ષ ૨૦૧૧માં જાપાનમાં સુનામીની તબાહી બાદ મોટી સંખ્યામાં દરીયાઈ જીવોનું સ્થળાંતર અન્ય જગ્યાના વિશાળ સમુદ્રમાં થયું હતુ જેમાં અનેક પ્રકારનો કચરો પણ સાથે સાથે તણાયો હતો જે દરિયાના જીવ માટે ખોરાક બન્યો છે. એમ રીસર્ચરોએ જણાવ્યું હતુ.
જર્નલ સાયન્સના એક રીપોર્ટ અનુસાર યુ.એસ.માં કુલ ૨૮૯ એવા સ્થળો મળ્યા છે. જયાં ૨૦૧૨ અને ૨૦૧૭ વચ્ચેના સમયમાં જાપાનથી સુનામીની અસરથી દરીયાના પાણી સાથે દરિયાઈ કચરો વધુ પ્રમાણમાં આવી ગયો હોય, ઈતિહાસમાં આ ઘટના કદાચ પ્રથમવાર બની હશે કે જેમાં સુનામીમાં દરીયાઈ કચરો અન્ય સ્થળે પહોચી ત્યાંના દરિયાઈ જીવો માટે ખોરાક બન્યો હોય જે મરીન બાયોલોજીમાં કુદરતી પ્રયોગ કહી શકાય તેમ ઓરીજન સ્ટેટ યુનિવર્સિટીના કો.ઓથર જોન કેમ્પમેને જણાવ્યું હતુ.
જયારે સ્મીથસોનીયન એનવાયરમેન્ટલ રીસર્ચ સેન્ટરના મરીન બાયોલોજીસ્ટ ગ્રેગ સુઈઝે જણાવ્યું હતુ કે મને તો માનવામાં નથી આવતું કે દરિયાનો કચરો લાંબા સમય સુધી દરીયાઈ જીવોને ખોરાક તરીકે ઉપયોગ થઈ શકે.