બોલિવૂડ સ્ટાર તાપસી પન્નુના ગુપ્ત લગ્નના સમાચાર હાલના દિવસોમાં ચર્ચામાં છે. અભિનેત્રી તાપસી પન્નુએ હજુ સુધી તેના લગ્નના અહેવાલની પુષ્ટિ કરી નથી. જો અહેવાલોનું માનીએ તો અભિનેત્રી તાપસી પન્નુએ પરિવાર અને નજીકના સંબંધીઓ વચ્ચે ઉદયપુરમાં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ મેથિયાસ બો સાથે લગ્ન કર્યા છે. આ સિક્રેટ વેડિંગના ઘણા વીડિયો પણ તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. આમ છતાં અભિનેત્રીએ પોતાના લગ્નના સમાચાર છુપાવ્યા છે. હાલમાં જ અભિનેત્રીએ એક બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે. જેમાં અભિનેત્રી લગ્નની કોઈ નિશાની સાથે જોવા મળી ન હતી. અભિનેત્રીની આ તસવીરો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.