જીવનની દરેક પરિસ્થિતિને ‘રંગ છે’ કહીને વધાવનાર ‘ગરવા ગુજરાતી’ના જીવન વિશેના અનુભવો અને મંતવ્યો
જામનગરમાં જન્મેલા પ્રોફેસર, કવિ, લેખક, લોકસાહિત્યકાર એવા બહુમુખી પ્રતિભાના ધની છે. વિરલ શુકલ એક ઉમદા સાદગીપૂર્ણ અને સરળ જીવન શૈલી અપનાવનાર વિરલભાઈ એક ગરવા ગુજરાતી તરીકેની અમીટ છાપ ધરાવે છે.
જીવનના પડાવોમાં કેટલાય ઉતાર ચડાવમાંથી આગળ આવેલા વિરલભાઈએ અંગ્રેજી વિષયમાં એમ એ કર્યું છે. અને હાલ જામનગરનાં લાલપુર તાલુકાની કોલેજમાં પ્રાધ્યાપક તરીકેની ફરજ નિભાવે છે.
તેઓને નાનપણથી જ વાંચનનો શોખ હતો. આકસ્મિક અનેક સંઘર્ષ પૂર્ણ પરિસ્થિતિઓને પાર કરીને તેઓએ જીંદગીને સોહાર્દપૂર્ણ બનાવી અને ગકદી ન વિચારી શકાય તેવી કક્ષાએ પહોચ્યા છે. એક આયુર્વેદિક દવાની કંપનીમાં મેડીસીન રિસર્ચ કલેકશન ગોઠવવાનું કામ પણ તેમણે કર્યું છે. ઔષધિઓની તલાશમાં જંગલ જંગલ ફર્યા તેવી જ રીતે વાંચનનો શોખ ધરાવતા હોવાથી સાહિત્ય જગતની પણ સફર કરી.
તેઓનાં નામ જેવા જ તેઓનાં ગુણો સુધીનાં સફરમાં અનેક શારીરીક પીડાઓનો પણ સામનો કર્યો અને વિરલમાંથી ડો. વિરલ બનવાના પડાવને પારકર્યો સૌરાષ્ટ્ર અને પ્રીતમના લોક સાહિત્યના અભ્યાસ સાથે પીએચડી કર્યું અને ૨૦૧૭માં પ્રથમ ગઝલ સંગ્રહ શબ્દ એક જ મિલા પ્રકાશિત થયો. સાહિત્ય ક્ષેત્રે અપાર પ્રેમ ધરાવતા સાહિત્યકારને વીર જવાનો પ્રત્યેનો પ્રેમ પણ રજૂ કરતી રચના ‘શૂરવીર ગાથા’ને શબ્દોમાં કંડારી.
‘અબતક’ સાથેની તેઓની યાદગાર મુલાકાતમાં તેમણે મનમૂકીને વાત કરી હતી. ડો. વિરલ શુકલાએ જીંદગીની સફર કેવી રહીના જવાબમાં જણાવ્યું હતુ કે જિંદગીમાં અનેક ઉતાર-ચડાવો આવ્યા છતા મજા આવી પેઈન, ગ્રીફ બધુ જ આવ્યું છતાજિંદગીને ‘રંગ છે’ કહીને વધાવી જીંદગીએ કયાં રંગરાખ્યો ના જવાબમાં તેમણે જણાવ્યું કે એક કરતા વધારે પડાવો, બેકારી, પીડા અને એક સમયે ડોકટરે પેરાલિસીસ થશે તેવું મંતવ્ય આપી દીધું હતુ છતા ‘રંગ છે’ની ભાવનાએજ જીવનને ટકાવી રાખી. કેવા સંઘર્ષો વેઠયા આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે સાહિત્યએ જ મારા જીવનને ટકાવ્યું છે. પુસ્તકો સાથેની મૈત્રીએ સંઘર્ષ યાત્રાને પાર પાડી છે. ત્યારબાદ વાંચનમાં સૌથી વધુ કોની રચના પ્રિય છે. તેના જવાબમાં ડો. વિરલે જણાવ્યું કે આના માટે હું કોઈ એક બે નામ ન લઈ શકું છતાં એટલું જ કહીશ કે સૌ પ્રથમ મને ઝવેર ચંદ મેઘાણી પ્રિય છે તેમણે મારા હૃદયમાં લોકવિધાનો દીપ પ્રગટાવ્યો છે. ત્યારબાદ મકરંદ દવે હિન્દી સાહિત્યમાં હરિવંશરાય બચ્ચન વિદેશી સાહિત્યકારોમાં વિલિયમ બ્લેન્ક ડેન બ્રાઉન વગેરે પ્રિય છે. વાંચનની શરૂઆત કયાંથી થઈ ના જવાબમાં તેમણે જણાવ્યું હતુ કે ઘરમાં વાંચનનું વાતાવરણ હતુ શિક્ષક પરિવારમાં જન્મ્યો તેમ છતા મારા કાકા જે રીક્ષા ચલાવતા તેઓ કવિતાની પુસ્તકો વાંચતા અને મારા માતુશ્રી પણ સારા રીડર હતા. ત્યારથી વાંચન પ્રત્યે લગાવ થયો પણ મેં કયારેય કોમીકસ નથી વાંચ્યા તેમને લેખકો વિશે અંગત જાણવાનું મન થાય કે કેમ તેમ પૂછવામાં આવતા જણાવ્યું કે વિલિયમ બ્લેન્કને હું બ્રિટનનો સંત કહીશ અને તેના પરથી ભજન પરંપરા મને યાદ આવે છે. કે કેટલુ સાદગી ભર્યું જીવન જીવતા અને રચના કરતા આ બધુ કેમ બની જતુ હશે? તેવા સવાલો પણ થાય.
સાદગીપૂર્ણ જીવન પરથી યાદ આવી જાય સૈનિકોની કે તેઓ કોઈને ન ઓળખવા છતાં તેની રક્ષા માટે તત્પર રહે છે. અને આ વિચારે મને ૨૦૧૪માં ‘શૂરવીર ગાથા’ લખવાની પ્રેરણા આપી. આપને કોઈ અંગત ઈચ્છા કે જેમાં અંગત લાભ ન હોય તેના જવાબમાં તેમણે કહ્યું કે શિક્ષક છું અને શિક્ષક રહીશ અને ‘છોકરા ભણાવીશ’ શું તમને કયારેય સૈનિક બનવાની ઈચ્છા રહી હતીના જવાબમાં તેમણે કહ્યું કે, સરહદ પર ન જઈ શકવાનો વસવસો તો છે. પણ ગુણો તરીકે શિક્ષક જ બનીશ એવી લાયકાત ધરાવતો હતો.
એક શિક્ષક, લેખક, કવિ, કે લોક સાહિત્યકાર ન હોત તો તમે શું હોત એના જવાબમાં ડો. વિરલે જણાવ્યું કે તો હું જીવતો જ ન હોત આ બદનામ દુનિયામાં વાંચન વગરનુંજીવન કલ્પવું મુશ્કેલ છે.
તેથી હું વાંચન વિના મારી જાતને કલ્પી જ નથી શકતો તેમ છતાં જો કંઈક હોત તો હું મજૂરી કરત કાંતો ચા ની લારી ચલાવતો હોત. આપનું બાળપણ કયાં અને કેવું રહ્યું તેના જવાબમાં તેમણે જણાવ્યું કે જામનગરમાં જન્મ્યો અને ગાજરફળી નામના બ્રાહ્મણ વિસ્તાર કે જયાં દરેક નિયમોને પાળવા પડતા તેવા વિસ્તારમાં બાળપણ વિત્યુ ટિપીકલ નિયમોનું પાલન કર્યું પપ્પા વ્યાયામ શિક્ષક હતા તેથી તેની સાથે અખાડે જતો વિડિયો ગેમ કેપતા નથી રમ્યો માત્ર પુસ્તકોનો સહવાસ જ માણ્યો છે. સમજાતું કંઈજ નહી છતાં વાંચતો. ધર્મમાં શ્રધ્ધા છે કે ધર્મગ્રંથોમાં આ સવાલનાં જવાબમાં તેમણે કહ્યું બંનેમાં અને કર્મકાંડ, પૂજા, પાઠ, નંગ પહેરવા બધું જ જે મજા આવે તે કરવું પણ અંધ શ્રધ્ધા ન રાખવી તમને પૌરાણિક પાત્રોમાં કયુ પાત્ર ગમે છે. તેનો જવાબ આપતા તેમણે કહ્યું કે મને મહાભારતમાં ભીમનું પાત્ર પસંદ છે. ગમવાની વાત પરથી પૂછતા તેમણે એમ પણ કહ્યું કે મારા આદર્શ અંગ્રેજીના શિક્ષક કરણસિંહ રાઠોડ છે. અને તેમણે મને કોઈને આદર્શ ન બનાવવા તેવું શિખવાડયું છે.
શિક્ષકો પ્રત્યે આભાર માનવો હોય તો તમે શું મેસેજ આપશો? તેના જવાબમાં તેમણે કહ્યુંકે શિક્ષક એવું પાત્ર છે.જેના માટે બોલવું એ મારી પાસે શબ્દો જ નથી અવર્ણનીય પાત્ર છે. મારા માટે દરેક શિક્ષક.
સંઘર્ષ સફળતા, મોજ, વહાલ, આનંદ કરતા યુવા પેઢીને તમારો શું મેસેજ છે તેના જવાબમાં તેમણે કહ્યું કે હું કોઈ કથાકાર નથી છતા એટલું કહીશ કે ખૂબ મહેનત કરો, મહેનત કરશો તો જ મજા આવશે મહેનત કરશો તો મારી ગેરેન્ટી છે. કે સફળતા પણ મળશે અને મજા પણ આવશે અને બીજુ કે બધાને વહાર કરો, પ્રેમ આપો સન્માન આપો. નફરત કરવાનું કારણ માત્ર એક બે હશે પણ વહાલ કરવાના કારણો હોય છે. નેગેટીવીટીથીદૂર રહેવું અને ભૂલ થઈ ગઈ હોય તો માફી માગી લેવી તેમ શરમ ન અનુભવવી.
ગરવા ગુજરાતી વિરલ શુકલ સાથેની અબતકની મુલાકાતે બાળકોથી માંડીને વૃધ્ધો દરેકને પ્રેરણા આપી અને સરળ જીવન જીવીને પણ ઉચ્ચ કક્ષાએ પહોચી શકાય છે. તથા વાંચનનો શોખ સૌથી સર્વશ્રેષ્ઠ છે તેની સૌને પ્રેરણા આપી હતી.