આધુનિક ટેક્નોલૉજીની સુવિધા એટલી બધી વધી ગઈ છે આજે માણસ દુનિયાના ગમે તે છેડે હોય એક બીજાને જોઈ પણ શકે છે અને આરામથી વાત પણ કરી શકે છે. તેવામાં આપણે બધા જાણતા હતા કે વ્હોટ્સ અપ, ફેસબૂક, ઇન્સટગરમ વગેરે જેવી પ્રચલિત એપમાં હવે વિડિયો કોલિંગનો ઓપ્શન આવે છે ત્યારબાદ ગૂગલ દ્વારા પણ પોતાનું ગૂગલ મોબાઇલ એપ ડુઓ લોન્ચ કરાયું છે આમ તો તેની સુવિધા ખૂબ જ સારી છે તેવામાં તેને એક નવી ગ્રૂપ કોલિંગની સુવિધા આપી છે
ગૂગલ તેના લોકપ્રિય વીડિયો ચેટ મોબાઇલ એપ ડુઓમાં કોલિંગ ફિચર સાથે નવા લો લાઇટ મોડ પર કામ કરી રહી છે. છેલ્લાં ઘણાં સમયથી યુઝર્સ દ્વારા ગ્રુપ કોલિંગ ફીચરની માંગ કરવામાં આવી રહી હતી જે હવે પૂરી કરવામાં આવી છે.થોડા સમય પહેલા આ ફીચર્સ વ્હોટ્સ અપ એપમાં પણ આવ્યો હતો જે હવે તો કઈ ખાસ જોવા મળતો નથી.
ગૂગલ ડુઓ એપમાં હવે ગ્રુપ કોલિંગ કરી શકાશે. જે તદ્દન આઇફોનના ફેસટાઇમ જેવું હશે. જે એકવારમાં 32 યુઝર્સને એકસાથે કનેક્ટ કરી શકશે. આ ફીચર ટૂંક સમયમાં ગૂગલ ડુઓ એપમાં આવશે.
યુઝર્સને આ ફીચરનો ઉપયોગ કરવા માટે પોતાના કોન્ટેક્ટ્સનું એક ગ્રુપ બનાવવું પડશે. જેમની સાથે તે વીડિયો ચેટ કરવા માંગે છે. ત્યારબાદ તે કોલિંગ શરૂ કરૂ શકશે. એક અહેવાલમાં જણાવાયું છે કે, ‘યુઝર્સ કોલના નીચલા જમણા ખૂણામાં ગ્રુપના નામ પર ટેપ કરીને ગ્રુપના મેમ્બર્સનું લિસ્ટ જોઈ શકશે.’ નવી લો લાઇટ મોડથી યુઝર્સના વીડિયો રાતના સમયે અથા ઓછા પ્રકાશમાં વધુ સારા દેખાશે.
જો કે, આ ફીચર ક્યારે બહાર પાડવામાં આવશે તે હજુ સુધી જાણી શકાતું નથી. હાલમાં તે સામાન્ય યુઝર્સને ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ નથી અને તેનું ફક્ત પસંદ કરેલા યુઝર્સ સાથે તેનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.