પેટમાં તકલિફને લીધે સોનિયા ગાંધી હોસ્પિટલ ખસેડાયા
શિમલામાં રજા માણવા ગયેલા કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીની તબિયત ખરાબ થતા દિલ્હી પરત આવી હોસ્પિટલ ખસેડાયા હતા. ૭૦ વર્ષના સોનિયા ગાંધી હાલ પણ ડોકટરોની દેખરેખમાં સિર ગંગારામ હોસ્પિટલમાં છે. હોસ્પિટલના મુખ્ય અધિકારી ડો.ડી.એસ.રાણાએ જણાવ્યું હતું કે, સોનિયાને પેટમાં દુખાવાની તકલીફ છે. તેમના પુત્ર તેમજ કોંગ્રેસના વાઈસ પ્રેસિડેન્ટ રાહુલ ગાંધીએ ટવીટ કરી જણાવ્યું હતું કે, માં ને હવે સારુ છે તેમને પેટમાં પરેશાની થઈ ગઈ હતી પરંતુ હવે ચિંતા જેવી કંઈ વાત નથી. તેમના શાસનમાં આવતા રાજયોમાનું એક હિમાચલ પ્રદેશ નવેમ્બર ૯એ પોતાની નવી સરકાર ચુનશે. ઉમ્રની વધતા સોનિયાની તબિયતમાં છેલ્લા અમુક વર્ષોથી બગડી રહી છે. ટુંક સમયમાં જ રાહુલ ગાંધી તેમની માતાની કોંગ્રેસની જવાબદારીનો કારોબાર સંભાળશે. ગયા વારાણસીમાં રાજિકય સભામાં જતા મિસિસ ગાંધીએ રોડ ટ્રીપ રદ કરી હતી. ખંભામાં ફેકચર થવાને કારણે સપ્તાહો સુધી હોસ્પિટલમાં એડમીટ કરાયા હતા.