જોકે હવે લોકોને સોશિયલ મીડિયા પર એક્ટિવ તેમજ કોઇની કોપી કરવા માટે કહેવું નથી પડતું. ઘણા લોકોને ડિજિટલ તરફ અવળા માર્ગ પર પણ આપણે જોતાં આવ્યા છીએ તેમાં આજકલ સોશિયલ મીડિયા પર ઘણા બધા ચેલેન્જનું પ્રમાણ વધતું જતું રહે છે. 2019ની શરૂઆતમાં ઇન્ટરનેટ પર “ 10 YEAR CHALLENGE “ ખૂબ જ વાઈરલ થયું છે. દુનિયાભરના લોકો 2009 અને 2019ની ફોટો પોસ્ટ કરી રહ્યા છે. બોલિવૂડ સેલેબ્રિટીથી લઈને સ્પોર્ટ્સ સ્ટાર્સ પણ પોતાની 2009 અને 2019ની ફોટો સાથે મૂકી આ ચેલેન્જ પૂરી કરી રહ્યા છે.
વર્ષ 2019ની શરૂઆતમાં ટ્રેન્ડિંગ ટોપીક બની ગયો છે 10 વર્ષ પહેલા કેવા દેખાતા હતા અને હવે કેટલા બદલાય ગયા છે, આ ચેલેન્જ માત્ર ઈન્ડિયામાં જ નહિ પરંતુ ઈન્ડિયા બહાર પર વિદેશમાં પણ એટલુ જ ફેમસ થઈ ચૂકયુ છે.