ગાયકવાડ સરકાર દ્વારા ‘રામનાથ મહાદેવ’નામ આપવામાં આવ્યું હતું
શ્રાવણ મહીનાના ત્રીજા સોમવારે રાજકોટ શહેરના અતિ પૌરાણિક અને સ્વયંભુ રામનાથ મહાદેવ ખાતે ભકતોની ભીડ જોવા મળી હતી. મભકતો દ્વારા જળ અભિષેક તેમજ પુજા અર્ચના કરી મહાદેવની આરાધના કરવામાં આવી હતી. હર.. હર.. મહાદેવના નાદ સાથે રામનાથ મહાદેવ મંદીર ગુંજી ઉઠયું હતું. આ તકે અબતક દ્વારા રામનાથ દાદાના મહંત સાથે રામનાથ મંદીરનો ઇતિહાસની ખાસ વાતચીત કરવામાં આવતા મહંત દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આજે ૫૫૦ થી ૬૦૦ વર્ષ પહેલા વડોદરાના ગાયકવાડ રાજવીઓનું રાજ હતું. તેના મામલતદારના સ્કુબા દ્વારા ખેતી માટે ચોથ ઉધરાવવામા આવતી હતી તે લોકો આ કામ કરવા નીકળતા ત્યારે રાજકોટની આજી નદી ખાતે સ્કુબાઓ દ્વારા રાત્રી રોકાણ કરવામાં આવ્યું હતું. તે સમયમાં આજી નદી અને તેને ફરતે જંગલ હતું કે લોકો તંબુ મહંત ને રાત્રી રોકાણ કરતા હતા જેમાં સ્કુબાઓના સરદાર નો નિયમ હતો કે સવારે મહાદેવની પુજા કરીને અન્નજળ ખાવા પરંતુ આજી નદીની આજુબાજુ કોઇ પણ શીવાલયો નહતા. એટલા માટે સાત દિવસ સુધી અન્નજળનો ત્યાગ કરી સ્કુબા ઓના સરદારે મહાદેવને યાદ કરતા એક દિવસ મહાદેવ સપનામાં આવ્યા અને કહ્યું કે આજી નદીના પટમાં ખોદકામ કરો અને તેમાં શીવલીંગ નીકળશે તેની પૂજા કરી બીજા દિવસે સ્કુબાના સરદારે તેના માણસો પાસે ખોદાકામ કરાવ્યું અને સપના માં મહાદેવ જે કહ્યું હતું કે સત્ય થયું ત્યારબાદ તે શીવલીંગ નો પુજા કરી અને તેના ઇષ્ટ દેવ રામ હોવાથી તે શીવલીંગને રામનાથ મહાદેવ તરીકેનું નામ આપવામાં આવ્યું.
આજથી ૯૫ વર્ષ પહેલા લાખાજીરાજ મહારાજનું શાસન હતું તે દરમિયાન પ્લેગ નામનો રોગ રાજકોટની પ્રજામાં ફેલાયો હતો આ રોગને કારણે ઘણા લોકોના મૃત્યુ થયા હતા. ત્યારે લાખાજીરાજ દ્વારા સોના ચાંદીની પાલખીમાં રામનાથ મહાદેવનું ફુલકુ કાઢવામાં આવ્યું હતું. ફુલેકુ નીકળતા પ્લેગ નામનો રોગ દુર થયો એટલા માટે છેલ્લા ૯૫ વર્ષથી શ્રાવણ માસના ત્રીજા સોમવારે રામનાથ દાદાનું ફુલેકુ કાઢવામાં આવે છે.