દુનિયાભરના દેશોમાં સેક્સ એ સૌથી પ્રાચીન વાત છે. અને માનવજાતનું અસ્તિત્વ પણ શારીરિક સંબંધ દ્વારા જ ટકી રહ્યું છે. આ એક યૂનિવર્સલ બાબત છે જે મનુષ્ય માત્ર નહીં પરંતુ ધરતી પર અસ્તિત્વ ધરાવતા દરેક જીવ માત્રને લાગુ પડે છે. જેનાથી તેનો વંશવેલો વિકાસ પામે છે. રિતરિવાજ અને પરંપરા એ દુનિયાના દરેક દેશની સંસ્કૃતિ પ્રમાણે વિવિધ જોવા મળે છે. તો આવો જાણીએ જુદા જુદા દેશની શારીરિક સંબંધ માટેની જુદી જુદી પરંપરાઓ અને માન્યતાઓ…

ગુપ્તાંગનું નામકરણ કરે છે અહીના સ્થાનીય લોકો…

હવાઈમાં ત્યના મૂળ નિવાસીઓ માટે તેના ગુપ્તાંગ પૂજનીય હોય છે એટ્લે તે લોકો તેની પુજા તો કરે જ છે સાથે સાથે તેનું નામ પણ રાખે અને તેના માટે ક્યારેક ગીત પણ લખે છે જેમાં તેના ગુપ્તાંગ વિષે વિશેષ માહિતીનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે. હવાઈના મૂળ નિવાસીના જાણકાર એવા એક ડોકટરનું કહેવું છે કે લીલી યુકુલની નામની રાણીએ તેને ગુપતંગનું નામ ક્રિસકી રાખ્યું હતું.

સાથે હોય છે પણ શારીરિક સંબંધો નથી હોતા…

જાપાનમાં આશ્ચર્યજનક રીતે કોન્ડોમ, ગર્ભનિરોધક ગોળીઓ, ગર્ભપાત, યોન રોગની મુશ્કેલીઓ, બાલ જન્મદર ઘટતો જાય છે જેનું મુખ્ય કારણ ત્યાંના યુવાઓનો સેક્સમાથી રસ ઓછો થતો જાય છે જેના વિષે એક સરવેમાં યુવાનો અભિપ્રાય એવો જણાયો હતો કે તેઓ એટલા થાકેલા હોય છે કે તેને સેક્સ કરવાની ઈચ્છા નથી થતી. આ ઉપરાંત ત્યાંની યુવતીઓને સેક્સ દર્દભર્યું અને મુશ્કેલ લાગે છે. છેલ્લા દસ વર્ષમાં જાપાનમાં વર્જિનિતિનો દર ખુબજ વધ્યો છે તેવું પણ એક શોધ દ્વારા બહાર આવ્યું છે.

અહી સરકારે મહિલાને માતા બનવા માટે પ્રેરિત કરવી પડે છે…

દક્ષિણ કોરિયામાં મહિલાઓ માતા બનવાથી બચે છે. જેનું મુખ્ય કારણ ત્યાંની વ્યસ્ત અમે મોંઘી જીવનશૈલી છે. અહી જીવન ટકાવી રાખવા માટે દરેક વ્યક્તિએ કામ કરવું પડે છે જેના કારણે બાળકોને સાચવવાનો સમય નથી હોતો અને બાળક હોય તો તેનો ખર્ચો પણ વધે છે એ દરેક બાબતથી બચવા માટે મહીલાઓ માતા બનવાનું ટાળે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.