- લેઇટ ફી સાથે ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલ કરવાની મુદતમાં કરાયો વધારો
- 31 ડિસેમ્બરના બદલે હવે તારીખ 15 જાન્યુઆરી 2025 સુધી ભરી શકાશે રિટર્ન
આવકવેરા રિટર્નની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર હતી. ટેક્સ રિટર્ન જેમાં ટેક્સ રિટર્ન ફાઈલ કરવામાં આવે છે તેના પછી તેને 30 દિવસનો સમય આપવામાં આવે છે. તેમજ તેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બરના બદલે હવે રિટર્ન તારીખ 15 જાન્યુઆરી 2025 સુધી ભરી શકાશે.
અનુસાર માહિતી મુજબ, નાણાકીય વર્ષ 2023-24 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ હતી અને જે લોકો આમ કરી શક્યા ન હતા તેમના માટે લેટ ફી સાથે રિવાઈઝ્ડ ITR ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર હતી, પરંતુ હવે સેન્ટ્રલ ડાયરેક્ટ ટેક્સ બોર્ડે આ સમયમર્યાદા વધારીને 15 જાન્યુઆરી કરી છે.
નાણાકીય વર્ષ 2023-24 માટે GST વાર્ષિક રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર હોવાથી, GST નોંધાયેલા કરદાતાઓએ તેમના વાર્ષિક વ્યવહારોને એકીકૃત કરવા માટે તેને સબમિટ કરવું પડશે.
GST વાર્ષિક રિટર્ન (GSTR-9) ન ફાઈલ કરવા માટે, રૂ. 5 કરોડ સુધીનું ટર્નઓવર ધરાવતી કંપનીએ દરરોજ મહત્તમ રૂ. 50 (CGST અને SGST હેઠળ રૂ. 25) અથવા 0.04 ટકા ટર્નઓવર દંડ ચૂકવવો પડશે.
આ દરમિયાન રૂ. 5 કરોડથી રૂ. 20 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીએ દરરોજ મહત્તમ રૂ. 100 (CGST અને SGST હેઠળ રૂ. 50-50) અથવા ટર્નઓવરના 0.04 ટકા દંડ ચૂકવવો પડશે. તેવી જ રીતે, રૂ. 20 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતી કંપનીએ દરરોજ મહત્તમ રૂ. 200 (CGST અને SGST હેઠળ રૂ. 100) અથવા ટર્નઓવરના 0.50 ટકા દંડ ચૂકવવો પડશે.
આ ઉપરાંત 2 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વ્યવસાયોએ GSTR-9 ફાઇલ કરવું આવશ્યક છે. તેમજ GSTR-9A GST કમ્પોઝિશન સ્કીમ હેઠળ કરદાતાઓ માટે છે. GSTR-9C રૂ. 5 કરોડથી વધુનું ટર્નઓવર ધરાવતા વ્યવસાયો માટે છે. તેમજ GSTR-9 સાથે વધારાનું વાર્ષિક સમાધાન નિવેદન જરૂરી છે. એક PAN હેઠળ બહુવિધ GST રજિસ્ટ્રેશન ધરાવતા વ્યવસાયોએ દરેક GSTIN માટે અલગ GSTR-9 રિટર્ન ફાઇલ કરવા પડશે. આ દરમિયાન સમયમર્યાદા પછી ITR ફાઇલ કરનારા કરદાતાઓ પર 5,000 રૂપિયાનો દંડ લાદવામાં આવે છે. તેમજ 5 લાખથી ઓછી આવક ધરાવતા કરદાતાઓ માટે આ દંડની રકમ રૂ. 1,000 છે.