રાજકોટએ શિક્ષણનું હલ બની ગયું છે જયારે આઇ.ટી.આઇ. જેવી વિવિધ સઁસ્થાઓ પોતાનો મહત્વનો ફાળો ભજવી રહી છે. રાજયની ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ગુજરાત રાજયના વિકાસની રફતાર અવિરત અને શાંતિયપૂર્ણ જાળવી રાખવા ઉદ્યોગગૃહોને, સેવા ક્ષેત્રની રોજગાર બજારની કૌશલ્ય બઘ્ધ માનવબળ પુરુ પાડવા અદ્યતન મશીનો ઉપર ઔદ્યોગિક તાલીમ વાંચ્છુઓને તાલીમ આપવાની કામગીરી સુપેરે આઇટીઆઇ નિભાવી રહેલ છે. યુવા શકિતને રોજગારી મેળવી પોતાનું ગૌરવપૂર્ણ જીવન વ્યતિત કરી શકે તે માટે ઘર આંગણે જ આઇ.ટી.આઇ. દ્વારા વિવિધ તકો આપવામાં આવે છે અને ભરતીમેળાનું આયોજન કરવામાં આવે છે જેમાં વિઘાર્થીઓને તથા મહિલા અને ડિસેબલ વિઘાર્થીઓ માટે મહત્વનું પ્લેટફોર્મ અને તક પુરી પાડે છે.
દરેક મટીરીયલ્સ આઇ.ટી.અઇા. દ્વારા પ્રોવાઇડ કરવામાં આવે છે. ઓછી આવક ધરાવતા ફેમીલી હોય તેવા વિઘાર્થીને ગુજરાત સરકાર ૪૦૦/- રૂ સ્ટાયપેઇડ આપવામાં આવે છે. રાજકોટ આઇ.ટી.આઇ. એ સૌથી વધુ એમઓયુ કરેલા છે આ વર્ષથી ભારત સરકાર દ્વારા કફુઅલ સિસ્ટમ કરવામાં આવશે. આઇ.ટી.આઇ. એ ૧ ઓગષ્ટથી સત્ર ચાલુ થતું હોય છે અને આ વર્ષે જે એડમીશન લેશે અને આ વખતે રાજકોટ આઇ.ટી.આઇ. એ ૧૭ કંપનીઓ સાથે ટાઇઅપ કરેલું છે. તો એક વર્ષના આ કોર્ષ હશે તો પ્રથમ ચાર મહિના બેઝીક નોલેજ અને પછી પ મહીના ઇન્ડસ્ટ્રીઝમાં ટ્રેનીંગ આપવામાં આવશે.
ગર્વમેન્ટની રીકવાયરમેન્ટ હોય જેમ કે સર્વેયર, ઇલેકટ્રીશીયન છે. ડ્રાફટ એન્ડ મિકેનીક રેલવેમાં ડિઝલ મીકેનીક વાળા સરકારી ભરતીમાં એમને ભરતી થઇ શકે છે. આઇ.ટી.આઇ. વિઘાર્થી કરતા હોય ત્યારે તેને સમાજ કલ્યાણ દ્વારા સ્ટાયપેન્ડ આપવામાં આવે છે. રાજકોટની જેમ આઇ.ટી.આઇ. દુર હોય તો તેને બસની સુવિધા પણ આપવામાં આવે છે. રેલવેના ક્ધસેશન થી સુવિધા પણ આપવામાં આવે છે. સાથે હોસ્ટેલની સુવિધા પણ આપીએ છીએ. રાજકોટ આઇ.ટી.આઇ. સાથે આ વર્ષે મારુતિ સુઝુકી અને સેમસંગ સાથે એમઓયુ કરવામાં આવ્યું છે. પ્લમ્બીંગ અને ઇકવિપમેન્ટ માટે હોન્ડા મોટર સાયકલ માટે પણ આઇ.ટી.આઇ. સંપર્ક કરવામાં આવશે અને અદ્યતન સુવિધાઓ પુરી પાડશે જેનો લાભ તાર્લીમાથીઓને મળવા પાત્ર છે.
અબતક સાથેની વાતચીત દરયિમાન પ્રીત પટેલ એટલે કે જે ઇન્ડીયનન ટોયોટા કંપનીના કર્મચારી એ જણાવ્યું હતું કે હું ટોયોટા કંપની માટે ભરતી મેળામાં આવેલા છીએ જેને મીકેનીકલ અને કાર પર વર્ક ફાવતું હોય અને ઇન્ટરેસ્ટ હોય તેવા વિઘાર્થીઓને હું ટાર્ગેટ કરું છું જેને ડિપ્લોમાં ઇન મીકેનીકલ કે ડીઝલ મીકેનીક ને વધારે અમારી કંપની પ્રીફર કરે છે. જેને એપ્રેન્ટિસની બેઝ પર અમે લઇએ છીએ. ટ્રેનીંગ માટે ટોયોટા કંપની પોતે અમદાવાદ કે પુને ખાતે ટ્રેનીંગ આપે છે. કંપની જ એમ્પલોય ને બધી સુવિઘાઓ આપે છે. દર મહિને અમે જનરલી રીકરુટમેન્ટ કરતા હોય છીએ પરંતુ વધારે વેકેન્સી પ્રમાણે અમે કરીએ છીએ.
અબતક સાથેની વાતચીત દરમિયાન ભરતી મેળામા ઇન્ટરવ્યુ આપનાર વાળા કૃતેશએ જણાવ્યું હતું કે, મે આઇ.ટી.આઇ. રાજકોટમાંથી જ પાસ આઉટ કરેલું છે. બધા જ સ્ટાફનો પુરતો સહયોગ રહ્યો છે કોઇપણ ડાઉટ હોય તો એ પ્રેકટીકલ નોલેજ આપીસમજાવે છે. સ્ટાફ પોતાનો સમય ફાળવી અમને શીખવાડે છે. અહીંયાથી જોબફેરમાં જણાવવામાં આવે છે કે આગામી કંપનીઓનું લીસ્ટ, વેકેન્સી રીકવાયરમેન્ટ આઇ.ટી.આઇ. દ્વારા જણાવવામાં આવે છે હું સારી પોસ્ટ અને લાઇફમાં આગળ વધે તે બેસ્ટ રહેશે. મે આઇ.ટી.આઇ. માં ઇર્ન્ફોમેશન ટેકનોલોજીમાં કોર્ષ કરેલો છે. જેમાં ટેકનોલોજી અને ઇલેકટ્રોનિક માં હું નિપુણ છું. મારું ફયુચર પ્લાનીંગ એ આઇ.ટી.આઇ. ની અંદર બધી કંપનીઓ જોબ પ્લેસમેનટમાં આવતી હોય છે. તો હું પણ સારુ રીઝલ્ટ આપી પીસ્ટીંગ મેળવું એ જ પ્લાનીંગ છે.