અબતક, નવી દિલ્હી

આગામી દિવસોમાં જ્યારે તમે રમકડાં, હેલ્મેટ, એસી સહિતની અન્ય ઘણી ચીજ-વસ્તુઓ બજારમાં ખરીદવા જશો તો ત્યારે તેની ગુણવત્તા તમને વધુ સારી મળશે. કારણ કે, હવે આ બધી ચીજ-વસ્તુઓ કે જે નેનો ટેકનોલોજી  સંકળાયેલી છે. તેમનું પણ ટેસ્ટિંગ કરવા નેશનલ ટેસ્ટ હાઉસિંગ તૈયારી કરી રહ્યું છે. રાષ્ટ્રીય સ્તરનું આ ટેસ્ટિંગ હાઉસ પશ્ચિમ બંગાળના કોલકાતા ખાતે સ્તિ છે. નેશનલ ટેસ્ટ હાઉસ ઘર વપરાશ કોસ્મેટિક, ઇલેક્ટ્રોનિક ગ્રાહક વસ્તુઓ અને ડિજિટલ ઉપકરણો દ્વારા નેનો ટેકનોલોજીમાં પહેલ કરવાની તૈયારી કરી રહ્યું છે. સરકારની વિશેષ પહેલી આ શક્ય બનશે.

રમકડાંથી લઈ એસી સુધીના પુર્જાઓની ‘શુધ્ધતા’ જાળવવા ‘ટેસ્ટીંગ’ થશે 

નેશનલ ટેસ્ટિંગ હાઉસ (એનટીએચ)ના ડિરેક્ટર જનરલ પી. કાન્જીલાલે જણાવ્યું કે નેશનલ ટેસ્ટિંગ હાઉસ ગુણવત્તા પરીક્ષણ માટે દર વર્ષે આશરે ૨૫,૦૦૦ નમૂના મેળવે છે. આમાંથી  મોટાભાગના એટલે કે ૬૦ ટકા નમૂનાઓ સરકારી એજન્સીઓમાંથી આવે છે, ૨૦-૨૫ ટકા નમૂનાઓ ખાનગી એજન્સીઓમાંથી  અને ૧૫-૨૦ ટકા ગ્રાહકો પાસેી આવે છે. ત્યારે હવે અમે પરીક્ષણ સેવાનો વ્યાપ વધારવા જઈ રહ્યા છીએ. આમાં પેકેજ્ડ પીવાનું પાણી, ઇલેક્ટ્રિક વાહન બેટરી પરીક્ષણ સેવા, એલઇડી પરીક્ષણ સેવા અને સોલર પેનલ પરીક્ષણ વગેરેનો સમાવેશ. રમકડાંથી માંડી એસી સુધીના ઉર્જાઓની શુદ્ધતા જાળવવા આ ચીજ વસ્તુઓનું પણ હવે ટેસ્ટિંગ થશે.

સરકારની આ પહેલ ખજખઊ ઉદ્યોગ અને વેચાણકર્તાઓને મદદ કરશે અને સરકારના ઈ-કોમર્સ પોર્ટલ ૠઊખ પોર્ટલ પર ટ્રાન્સફોર્મર્સની ગુણવત્તા સુધરશે. ડિરેક્ટર જનરલ પી. કાંજીલાલે જણાવ્યું કે ગઝઇં નેનો મટિરિયલ ટેસ્ટિંગ લેબોરેટરી વિકસાવશે, જેી ગ્રાહક ઉત્પાદનોમાં જોખમનું મૂલ્યાંકન થઈ શકે. નેનો મટિરિયલ્સના ઉપયોગનો અવકાશ ઘણો મોટો છે. તેનો ઉપયોગ સેલ ફોન, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને માઇક્રોવેવમાં પણ થાય છે. આગામી સમયમાં, ગઝઇં તેમના ગુણવત્તા પરીક્ષણ પર પણ કામ કરશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.