પ્રિવેન્સન ઇઝ બેટર ધેન ક્યોર
સરકાર સ્વાસ્થ્યની સાથે હાઈજીને પણ આપી રહ્યું છે પ્રાધાન્ય
કોરોના બાદ સરકાર લોકોના સ્વાસ્થ્યની સાથોસાથ હાઈજીનને પણ વધુને વધુ પ્રાધાન્ય આપી રહ્યું છે ત્યારે લોકોની સુખાકારી સારી રીતે જળવાઈ તે માટે વિવિધ પગલાંઓ પણ સરકાર દ્વારા લેવામાં આવ્યા છે ત્યારે તબીબી ક્ષેત્રે એક બદલાવ પણ સામે આવશે જેમાં આવશ્યક દવાઓની યાદીમાં જે લોકોનું હાઈજીન જાળવી રાખે તેવી ચીજ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવશે. હાલ દ્વારા આ અંગે વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી છે જે કમિટી એ વાતનું નિર્ણય લેશે કે આવશ્યક દવાઓની યાદીમાં એ કઈ વસ્તુનો સમાવેશ કરી શકાય પરંતુ પ્રાથમિક દ્રષ્ટિએ જે નામો સામે આવ્યા છે તેમાં એડલ્ટ ડાઈપર, સેનેટરી નેપકીન, મેડીકેટેડ સાબુ સહિતની ચીજ વસ્તુઓનો સમાવેશ થશે.
આ અંગે સરકારે વર્ષ 2019 માં નિર્ણય લીધો હતો પરંતુ કોરોના કાર્ડના કારણે આ યોજનાની અમલવારી શક્ય બની ન હતી ત્યારે હવે સરકાર પરી આ કમિટી પાસે રિપોર્ટ માંગ્યો છે અને એ ચીજ વસ્તુઓની યાદી તૈયાર કરવા માટે પણ જણાવાયું છે. નિર્ધારિત કરેલી ચીજ વસ્તુઓને જો આવશ્યક દવાઓની યાદીમાં સમાવેશ કરવામાં આવે તો તે ખૂબ સરળતાથી મળતી રહેશે એટલું જ નહીં જે નિર્ધારિત થયેલો ભાવ છે તેમાં પણ ઘણા અંશે ઘટાડો જોવા મળશે. સરકારનો આ કાર્ય કરવા પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે લોકોના સ્વાસ્થ્યની સાથે તેમનું હાઈજિન પણ યોગ્ય રીતે જળવાઈ.
ગત સપ્ટેમ્બર માસમાં સરકારે ગણિત એન્ટી ડાયાબિટીસ દવાઓ ને આવશ્યક દવાઓની યાદીમાં સમાવેશ કરી છે. ત્યારે હાલ જે નવી સ્વાસ્થ્ય અને લોકોની સુખાકારી સાથે જોડાયેલી ચીજ વસ્તુઓ છે તેનો પણ સમાવેશ આવશ્યક દવાઓમાં કરાશે જેથી લોકો તેમના આરોગ્ય માટે સતર્ક અને સાવધ રહે. ક્યા પ્રકારના મેડીકેટેડ સાબુનો આ યાદીમાં સમાવેશ કરવો તે અંગે પણ નિર્ણય લેવામાં આવશે.