ચાર વખતનું ચેમ્પિયન ઇટલી 60 વર્ષમાં પ્રથમ વાર ફીફા વિશ્વકપમાં ક્વોલીફાઈ કરી શક્યું નથી. ઇટલીએ સ્વિડનના હાથે પ્લે ઓફમાં ડ્રો માટે મજબૂર થવું પડ્યું છે. તેનો અર્થ એ છે કે 1958 બાદ પ્રથમ વાર ઇટલીને ટીમને ફીફા વિશ્વકપમાં રમતી નહીં જોઈ શકાય.
સ્વીડને ઇટલવીને 0-0થી ડ્રો માટે રોક્યું હતું. પોતાના ફૂટબોલ ઇતિહાસમાં ઇટલીની ટીમ બીજી વાર ફીફા વર્લ્ડ કપ માટે ક્વોલીફાઈ કરી શકી નથી. ઇટલીની ચાર વારની ચેમ્પિયન ટીમે બોલને પોતાના વ્યૂહમાં રાખ્યો હતો પરંતુ તે ગોલ ન કરી શકી.
પ્લે ઓફના પ્રથમ તબક્કામાં મિડફિલ્ડર જેકબ જ્હોનસનના ગોલે સ્વિડનને 1-0થી જીત અપાવી હતી. વિશ્વકપમાં પહોંચવા માટે ઇટલીએ પોતાના ઘરમાં કઈ પણ હાલતમાં સ્વિડનને ઓછામાં ઓછા 2-0ના અંતરથી હરાવવું પડશે