આવકવેરા વિભાગ દ્વારા 3500 કરદાતાઓને નોટિસ બજવાઈ : પુરાવા આપવામાં નિષ્ફળ રહેલા કરદાતાઓએ 83% સુધી દંડ ભરવો પડશે
રાજકીય પક્ષોને કોર્પોરેટ હાઉસ સહિતના વિવિધ ઉદ્યોગો ડોનેશન આપતા હોય છે ત્યારે હાલની સ્થિતિએ ભાજપ સૌથી મોટો રાજકીય પક્ષ છે કે જેને ખૂબ મોટી માત્રામાં ડોનેશન મળે છે પરંતુ છેલ્લા ઘણા સમયથી એવી રાજકીય પાર્ટીઓ કે જે ચોપડે નોંધાયેલી હોય પરંતુ તેનું કોઈ અસ્તિત્વ નો જોવા મળતું હોય અને તેઓને જે ડોનેશન આપવામાં આવેલું હોય તેના ઉપર આવકવેરા વિભાગે શોકોસ નોટિસ પાઠવી છે. હાલ ગત વર્ષ 2018-19 ના નાણાકીય વર્ષમાં ડોનેશન આપવામાં આવેલા કરદાતાઓ ને હાલ નોટિસ પાઠવવામાં આવી છે અને આ કરતાતાઓની સંખ્યા 3500 ને પાર પહોંચી છે.
જે કરદાતાઓને નોટિસ પાઠવવામાં આવી છે તેઓએ પુરાવા સાથે પોતાનો જવાબ રજૂ પડશે અને આ કરવામાં જો જે તે કરતા હતા નિષ્ફળ નીકળે તો તેઓને 83 ટકા જેટલી ટેક્સ પેનલ્ટી પણ ભરવી પડશે. એટલું જ નહીં ડિપાર્ટમેન્ટ વધુ 200 ટકા જેટલી પેનલ્ટી લાદી શકે છે. સમગ્ર ભારતમાં આવકવેરા વિભાગ દ્વારા સરચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ચોપડે નોંધાયેલી પાર્ટી પરંતુ તે વાસ્તવિકતામાં ન હોય તેવી પાર્ટીને જો કોઈ ડોનેશન મળેલું હોય તો તે કરદાતા ઉપર સર્ચ ઓપરેશન અને સોકસ નોટિસ પાઠવવામાં આવેલી છે અને આવનારા સમયમાં આંકડો હજુ પણ વધે તો નવાઈ નહીં.
એટલું જ નહીં નાણાકીય વર્ષ 2019-20 અને નાણાકીય વર્ષ 2021-22 માં આ પ્રકાર ના ડોનેશન આપનાર દાતાઓની સંખ્યા 15,000 થી પણ વધુ છે જેઓને પણ નોટિસ પાઠવવામાં આવી શકે છે. હાલ જે પણ કરદાતા દ્વારા જે ડોનેશન આપવામાં આવેલું હોય તેઓને આવકવેરામાંથી સો ટકા બાદ પણ મળતું હોય છે પરંતુ હવે જે અસ્તિત્વના ન ધરાવતી પાર્ટીને ડોનેશન આપવામાં આવેલું હોય તેવા કરદાતાઓ પર આવકવેરા વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવેલી છે.