સુરેન્દ્રનગરમાં વાવાઝોડાએ તારાજી સર્જી છે ત્યારે સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે બે દિવસ વરસાદ ખાબકયો છે ત્યારે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારો તથા શહેરી વિસ્તારોમાં સતત વરસાદ અને પવનના કારણે ભારે નુકસાન થવા પામ્યું છે ત્યારે સુરેન્દ્રનગરમાં અનેક વૃક્ષો પણ ભારે પવનના કારણે અને વાવાઝોડાની અસરના કારણે પડી ચૂક્યા છે બીજી તરફ સુરેન્દ્રનગર માં સમગ્ર જિલ્લામાં કુલ વાવાઝોડાના પગલે 556 જેટલા વીજ થાંભલાઓ પડી ચૂક્યા છે જેને લઇને સુરેન્દ્રનગર પીજીવીસીએલ ને મોટું નુકસાન થઇ જવા પામ્યો છે.

ત્યારે આ વાવાઝોડાના પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બે દિવસમાં 556 જેટલા થાંભલાઓ જમીનદોસ્ત બન્યા છે ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં વધુ થાંભલા પડયા હોવાનું પણ હાલમાં પીજીવીસીએલ ના કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બે દિવસમાં વાવાઝોડાના અસરના પગલે પીજીવીસીએલ કંપનીને લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે ત્યારે સુરેન્દ્રનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ અને વાવાઝોડાની અસર વચ્ચે 556 જેટલા થાંભલો જમીનદોસ્ત બન્યા છે.

1621403663279

થાંભલા ભલે 556 પડ્યા હોય પરંતુ કોઈપણ જાતની જાનહાની ન થઈ હોવાનું પણ પીજીવીસીએલના મુખ્ય કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે વહેલી સવારથી સુરેન્દ્રનગર પીજીવીસીએલના અલગ અલગ ટીમો બનાવી અને તાત્કાલિક ધોરણે સમારકામ થાય તેવી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરી વિસ્તારોમાં 556 જેટલા થાંભલાઓ પડી ચૂક્યા છે ત્યારે અલગ અલગ જગ્યાઓ ઉપર વહેલી સવારથી પીજીવીસીએલના મુખ્ય કર્મચારીઓ તથા અધિકારીઓ દ્વારા ચેકીંગ કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે ગ્રામ્ય વિસ્તારોમાં ચેકીંગ કામગીરી હાથ ધરી અને જે નમી ચૂક્યા હોય તેવા થાંભલાઓ નવા નાખવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

24 કલાકમાં તમામ થાંભલા ઉભા કરી નાખવામાં આવશે

હાલમાં વહેલી સવારથી સુરેન્દ્રનગરમાં તડકો નીકળ્યો છે વાવાઝોડાની અસર પૂર્ણ થતાં તાત્કાલિક અને સરકારી અધિકારીઓ કામે લાગ્યા છે જે નુકસાન થયું છે તેને પહોંચી વળવા માટે અને જનતાની સુવિધા વધે તે હેતુથી સતત અધિકારીઓ કામે લાગ્યા છે ત્યારે સુરેન્દ્રનગરમાં 556 જેટલા થાંભલાઓ પડી ચૂક્યા છે તેને ઊભા કરવા માટે સુરેન્દ્રનગર ગ્રામ્ય વિસ્તારો તથા શહેરી વિસ્તારોની પીજીવીસીએલની ટીમોની ટુકડીઓ કામે લાગી છે.

સુરેન્દ્રનગર પીજીવીસીએલના મુખ્ય અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે 24 કલાકમાં તમામ સ્થળોએ જે થાંભલાઓ પડી ચૂક્યા છે તે ઉભા કરી નાખવામાં આવશે અને રાબેતા મુજબ વીજપુરવઠો શરૂ કરી દેવામાં આવશે ત્યારે સુરેન્દ્રનગરના અનેક ગામોમાં છેલ્લા 48 કલાકથી લાઇટ નથી અને લોકો 48 કલાક લાઈટ વગર રહી રહ્યા છે ત્યારે હજુ પણ ચોવીસ કલાક જેટલો સમય તમામ થાંભલાઓ ઉભો કરતા લાગશે અને ત્યારબાદ વ્યવસ્થિત રીતે વીજપુરવઠો ગ્રામ્ય તથા શહેરી વિસ્તારોમાં પૂરો પાડવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.