આમ જોઇએ તો પ્લાસ્ટીક પાણી, જંગલ અને જમીન માટે એક પ્રદૂષણરુપ તત્વ જ છે ત્યારે પ્લાસ્ટીકનો નાશ કરવો એ શક્ય વાત નથી તેવા સમયે તેને રીયુઝ કરવું એ જ એક યોગ્ય માર્ગ છે. તો ભારતમાં સૌ પ્રથમવાર કાનપુરમાં એક કિલોમીટરનો પ્લાસ્ટીકનો રોડ આકાર પામવા જઇ રહ્યો છે જે સામાન્ય રોડ કરતા સસ્તુ અને ટકાઉ સાબિત થશે.
જેમાં શહેરમાં બનતા પ્લાસ્ટીકનાં કરારનો ઉપયોગ કરવામાં આવશે જે વરસાદનાં સમયે ટકાઉ સાબિત થશે તેમજ ઉનાળામાં ૫૦ ડિગ્રી તાપમાનમાં પણ ઓગળશે નહિં. કાનપુરની હરકોર્ટ બટલર પ્રાવિધિક વિશ્ર્વ વિદ્યાલયના સિવિલ એન્જીનીંયરીંગ વિભાગનાં પ્રોફેસ પ્રદિપ કુમારેઆની શોધ કરી છે. જો આ પ્લાસ્ટીક રોડ આકાર પામશે તો તેની આપુ ૨૫%ની વધી જશે. એક સર્વે અનુસાર રાષ્ટ્રમાં રોજનો ૧૫ હજાર ટન પ્લાસ્ટીક વેસ્ટ પેદા થાય છે જેમાંથી નવ હજાર ટન પ્લાસ્ટીક રીસાઇકલ થાય છે. બાકીનો ભાગ કચરામાં જ જાય છે. એટલા માટે જ આ પ્લાસ્ટીકનો ઉપયોગ રોડ બનાવવામાં તેવો તે યોગ્ય માર્ગ છે પરંતુ સવાલ એ ઉઠશે કે આ પ્લાસ્ટીકનો રોડ પર્યાવરણ માટે કેટલો નુકશાનકારક સાબિત થશે ?