ઓમેકસની જિયો-બીપી સાથે ભાગીદારી

ભારતના અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર્સ ઓમેક્સે આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (છઈંક) અને બીપી વચ્ચેના ફ્યૂઅલ અને મોબિલિટી ક્ષેત્રના સંયુક્ત સાહસ જિયો-બીપી સાથે બેટરી ચાર્જિંગ ઇકોસિસ્ટમ સ્થાપિત કરવા માટે ભાગીદારીની જાહેરાત કરી છે.જિયો-બીપી તબક્કાવાર રીતે દિલ્હી, નોઈડા, ગ્રેટર નોઈડા, ફરિદાબાદ, ગાઝિયાબાદ, ન્યુ ચંદીગઢ, લુધિયાણા, પટિયાલા, અમૃતસર, જયપુર, સોનીપત અને બહાદુરગઢમાં ઓમેક્સની વિવિધ પ્રોપર્ટીમાં ઇવી ચાર્જિંગ અને સ્વેપિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરશે.

વાણિજ્યિક સંસ્થાનોમાં ઇવી ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂરિયાતની પ્રશંસા કરતા જિયો-બીપી દેશમાં ડેવલપર્સ અને રિયલ એસ્ટેટના માંધાતાઓ સાથે કામ કરી રહી છે. જિયો-બીપી ઓમેક્સની પ્રોપર્ટી પર ટુ અને ફોર વ્હીલર્સ માટે 24ડ્ઢ7 ઇવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપશે.

ગત વર્ષે જિયો-બીપીએ ભારતના બે સૌથી મોટા ઇવી ચાર્જિંગ હબ બનાવ્યા અને લોન્ચ કર્યા હતા. ઇલેક્ટ્રિફિકેશનમાં આરઆઇએલ અને બીપીની શ્રેષ્ઠ ક્ષમતાઓનો ઉપયોગ કરીને જિયો-બીપી એક ચાર્જિંગ ઇકોસિસ્ટમ બનાવી રહ્યું છે, જે ઇવી મૂલ્ય શૃંખલામાં તમામ હિતધારકો માટે ફાયદાકારક રહેશે.સંયુક્ત સાહસની ઇવી સેવાઓ જિયો-બીપી પલ્સ બ્રાન્ડ હેઠળ કાર્ય કરે છે અને જિયો-બીપી પલ્સ મોબાઇલ એપ્લિકેશન થકી ગ્રાહકો સરળતાથી નજીકના ચાર્જિંગ સ્ટેશનો શોધી શકે છે અને તેમના ઇલેક્ટ્રિક વાહનોને સરળતાથી ચાર્જ કરી શકે છે.

છેલ્લા 34 વર્ષોમાં ઓમેક્સે ઉત્તર અને મધ્ય ભારતના ઘણા શહેરોમાં પ્રોજેક્ટ હાથ ધર્યા છે. તેણે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સની વિશાળ શ્રેણી પૂરી પાડી છે – એકીકૃત ટાઉનશીપથી લઈને ઓફિસો, મોલ્સ અને હાઈ સ્ટ્રીટ પ્રોજેક્ટ્સ સુધી.

કંપની પર્યાવરણને અનુકૂળ ગતિશીલતા, નવીન ડિઝાઇન અને આર્કિટેક્ચર તથા ગ્રાહકને કેન્દ્રમાં રાખવાની તેની ફિલસૂફીને અનુરૂપ સવલતો દ્વારા બહેતર ગ્રાહક અનુભવ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.