પ્રવાસન વિકાસને વેગ આપતો મહત્વપૂર્ણ નિર્ણય :-
સિંહ દર્શન માટે દેશવિદેશમાં પ્રખ્યાત અને એશિયાટિક લાયનના 1 માત્ર રહેઠાણ એવા જૂનાગઢ જિલ્લાના સાસણ ગીરમાં સિંહદર્શન માટે પ્રવાસીઓ સરળતાથી સાસણ ગીર પહોંચી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પર્યટન પ્રવાસની દ્રષ્ટિએ આગવું મહત્વ ધરાવતા જૂનાગઢ,ખડીયા,મેંદરડા,સાસણ રોડ અને તાલાલા-સાસણ રોડ એમ 42 કિલોમીટર લંબાઈના રસ્તાના મજબૂતીકરણ માટે 43.50 કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે.
ગીર અભયારણ્યમાં તેમ જ દેવળિયા પાર્કમાં સિંહદર્શન માટે આવનારા પ્રવાસીઓ સાસણ ગીર જવા માટે આ માર્ગનો ઉપયોગ કરે છે. તેમજ જૂનાગઢથી આ માર્ગ પ્રવાસીઓને 12 જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથના દર્શને જવા માટેનો પણ મહત્વપૂર્ણ રસ્તો છે.
મુખ્યમંત્રીએ વર્ષ દરમ્યાન સિંહદર્શન માટે સાસણ ગીર આવતા વિશ્વભરના લાખો પ્રવાસીઓ ભગવાન સોમનાથના દર્શને પણ આ માર્ગેથી સરળતાપૂર્વક જઈ શકે છે. તેમજ તેવા પ્રવાસન-પર્યટન વિકાસ ધ્યેય સાથે 42 કિલોમીટરના આ માર્ગના મજબૂતીકરણના કામો માટે રૂપિયા 43.50 કરોડની ફાળવણી કરી છે.