૧ હજાર ૬૫ કરોડના ખર્ચે ચીન બોર્ડર સુધી પહોંચવા માર્ગ બનાવાશે

ચીનના ડોકલામ વિવાદથી શીખ મેળવ્યા બાદ ભારતે બોર્ડરની સુરક્ષા માટે ઉતરાખંડમાં ૧૫૦ કિલોમીટર લાંબી ટનકપુર પિથૌરાગઢ માર્ગ બનાવવાનું કાર્ય શરૂ કરી દેવાયું છે. આ રોડના નિર્માણ બાદ ભારતીય સુરક્ષાબળો અને સૈન્યના જવાનોને ભારત-ચીનની બોર્ડર સુધી પહોંચવુ સહેલુ બની જશે. આ માર્ગ બનાવ્યા બાદ બોર્ડર પર હથિયારો પહોંચાડવા પણ સહેલુ બની જશે.  ઉતરાખંડમાં ઓલ વેધર પ્રોજેકટ અંતર્ગત આ માર્ગનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વર્ષની શ‚આતમાં આ પ્રોજેકટ બનાવવાનું જાહેર એલાન કર્યું હતું. આ માર્ગ બન્યા બાદ ઓચિંતિ પરિસ્થિતિમાં તરત જ ચીનની બોર્ડર સુધી પહોંચવુ ઝડપથી શકય બનશે. પ્રોજેકટની દેખરેખ કરનારા અધિકારીએ જણાવ્યું હતું કે, પિથૌરાગઢની વચ્ચે બની રહેલી ૧૫૦ કિ.મી. લાંબી સડકનું નિર્માણ હાલ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. જે ૨૦૧૯ સુધીમાં પૂર્ણ થઈ જશે.  આ પ્રોજેકટની ખાસીયત છે કે તેમાં કોઈ પ્રકારની સુરંગ કે પુલ બનાવવામાં આવશે નહીં. આ પ્રયોજનામાં ૧ હજાર ૬૫ કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. એક અધિકારીના જણાવ્યા મુજબ આ ક્ધસ્ટ્રકશન માટે ૭૦૦૦ વૃક્ષોને જડમુડમાંથી ઉખેડી કાઢવા પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.