કાયમી ઓબીસી કમિશનની નિમણુંક અંગે હાઇકોર્ટમાં સુનવણી : ૨ માર્ચે રાજ્ય સરકાર જવાબ રજૂ કરશે
ગુજરાત હાઈકોર્ટે એક જાહેર હિતની અરજી (પીઆઇએલ)ના જવાબમાં ગુરુવારે રાજ્ય સરકાર પાસેથી ઓબીસી કમિશનની સ્થાપના અંગે વધારાની માહિતી માંગી હતી. ઉલ્લેખનીય છે કે, પીઆઈએલમાં કમિશનની કાયમી રચનાની માંગ કરવામાં આવી હતી.
વર્ષ ૨૦૧૫માં ઓબીસી અનામત માટે પાટીદાર સમુદાયના સભ્યો દ્વારા આંદોલનને પગલે ઉમિયા પરિવાર વિસનગરે ૨૦૧૮ માં એડવોકેટ વિશાલ દવે મારફત પીઆઈએલ દાખલ કરી હતી. જેમાં ઓબીસી (અન્ય પછાત વર્ગો)માટે કાયમી કમિશનની સ્થાપના કરવામાં આવી હતી. તે પછી જસ્ટિસ સુગન્યા ભટ્ટ ઓબીસીની શ્રેણીમાંથી જ્ઞાતિઓને સમાવવા અથવા બાકાત રાખવા અંગેના કમિશનનું નેતૃત્વ કરી રહ્યા હતા.
જસ્ટિસ ભટ્ટના અવસાન બાદ રાજ્ય સરકારે ગયા અઠવાડિયે જસ્ટિસ (નિવૃત્ત) આર.પી. ઢોલરિયાની કમિશનમાં નિમણૂક કરી અને તે મુજબ હાઈકોર્ટને જાણ કરી હતી.
પેપર્સ તપાસ્યા પછી ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ શાસ્ત્રીની બેન્ચે કહ્યું છે કે, “તમે (રાજ્ય સરકારે) નામ પર કમિશનની નિમણૂક કરી છે. અરજદાર ઈચ્છે છે કે તમે કાયમી ધોરણે કમિશનની સ્થાપના કરો, જ્યાં નિમણુંક પણ કાયમી હોય અને હોદ્દેદારો હોઈ શકે છે.
જ્યારે હાઈકોર્ટને જસ્ટિસ ધોલેરિયાની નિમણૂકની જાણ કરવામાં આવી ત્યારે હાઇકોર્ટએ પંચની રચના વિશે પૂછપરછ કરી હતી. સરકારી વકીલે કોર્ટ પાસે સમય માંગ્યો હતો જેથી તેઓ કોર્ટને હાલના ઓબીસી કમિશન વિશે સમજાવી શકે. જે તેમના મતે ૧૯૯૩ના ઠરાવ દ્વારા સંચાલિત છે. હાઈકોર્ટે રાજ્ય સરકારને આ મુદ્દે જવાબ આપવા માટે ૨ માર્ચ સુધીનો સમય આપ્યો છે.