દેશના 50માં ચીફ જસ્ટિસ તરીકે ડી.વાય. ચંદ્રચુડના નામ પર મહોર લગાવતા રાષ્ટ્રપતિ
જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ ભારતના 50માં મુખ્ય ન્યાયાધીશ બનશે. કાયદા મંત્રી કિરણ રિજીજૂએ ટ્વીટ કરીને આ જાણકારી આપી છે કે ભારતના બંધારણ દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, રાષ્ટ્રપતિએ જસ્ટિસ ડો. ડી.વાય. ચંદ્રચુડને 9 નવેમ્બર 2022થી પ્રભાવી રીતે ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કર્યા છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ યૂયૂ લલિતે પોતાના ઉત્તરાધિકારીના રૂપમાં જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડના નામની ભલામણ કરી છે. જસ્ટિસ ચંદ્રચૂડ દેશના 50માં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હશે. ચીફ જસ્ટિસ યૂયૂ લલિત 8 નવેમ્બરે સેવા નિવૃત થઇ રહ્યા છે.
જસ્ટિસ ધનંજય યશવંત ચંદ્રચૂડ (ડી.વાય. ચંદ્રચૂડ) અમેરિકાની હાર્વડ લો સ્કૂલમાંથી જ્યૂરિડિકલ સાયન્સમાં પીએચડી કર્યુ છે. બોમ્બે હાઇકોર્ટમાં વકીલાતની શરૂઆત કરી હતી. 1998માં તેમણે ભારત સરકારમાં એડિશન સોલિસિટર જનરલ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ જૂન 2000માં બોમ્બે હાઇકોર્ટના જજ બન્યા હતા. ઓક્ટોબર 2013માં ઇલાહાબાદ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ નિયુક્ત થયા હતા. ત્યાથી મે 2016માં સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા હતા. જસ્ટિસ ચંદ્રચૂડ એવી કેટલીક બેંચનો ભાગ રહ્યા છે જેમણે સમાજ સાથે જોડાયેલા કેટલાક મોટા નિર્ણય આપ્યા છે.
6 સપ્ટેમ્બર 2018માં જસ્ટિસ ચંદ્રચૂડ તે બંધારણીય બેંચનો ભાગ હતા જેમણે સમલૈગિક સેક્સને ગેરકાયદેસર ગણાવતી આઇપીસીની કલમ 377ને ગેરબંધારણીય ગણાવી હતી.આટલુ જ નહી, જસ્ટિસ ચંદ્રચૂડે પ્રાઇવેસીના અધિકારને પણ ભારતીય નાગરિકોનો બંધારણીય અધિકાર ગણાવતો નિર્ણય આપ્યો હતો. આ સિવાય સપ્ટેમ્બર 2018માં જસ્ટિસ ચંદ્રચૂડે વ્યાભિચાર (એડલટ્રી)ને કાયદેસર ગુનો ગણાવનારી આઇપીસીની કલમ 497ને પણ ગેરબંધારણીય જાહેર કરી હતી. ખાસ વાત આ છે કે આ એડલટ્રી વિરૂદ્ધ કલમ 497ને 1985માં જસ્ટિસ ચંદ્રચૂડના પિતા જસ્ટિસ વાઇવી ચંદ્રચૂડે જ બંધારણીય ગણી હતી.ડી.વાય. ચંદ્રચુડ દેશના 16મા ચીફ જસ્ટિસ યશવંત વિષ્ણુ ચંદ્રચૂડના પુત્ર છે. જેમણે 22 ફેબ્રુઆરી 1978 થી 11 જુલાઈ 1985 સુધી ચીફ જસ્ટિસ તરીકેનો 7 વર્ષ 4 મહિનાનો રેકોર્ડ કાર્યકાળ સુધી આ જવાબદારી નિભાવી હતી. જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડને 13 મે 2016ના રોજ સુપ્રીમ કોર્ટનાના જજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બોમ્બે હાઈકોર્ટના જજ તરીકે 16 વર્ષથી વધુ સમય અને બાદમાં ભારતની સૌથી મોટી હાઈકોર્ટ – અલ્હાબાદ હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે તેમણે જવાબદારી સંભાળી છે. તેમનો ચીફ જસ્ટિસ તરીકે બે વર્ષ અને બે દિવસનો કાર્યકાળ રહેશે. ચીફ જસ્ટિસ તરીકે ડી.વાય. ચંદ્રચુડના નામ પર મહોર લાગ્યા બાદ તેમણે કહ્યુ હતું કે, સમય બદલાઈ ગયો છે અને સમાજ જટિલ બન્યો છે. આ તફાવત ફક્ત આધુનિક જીવન અને સમાજની તીવ્ર જટિલતાઓના સંદર્ભમાં છે. કાયદાના શાસનના અમલમાં સંતુલન લાવવાનો પ્રયાસ કરવામાં આવશે.
જો કે, તેમણે કહ્યું કે મુખ્ય મૂલ્યો અપરિવર્તિત રહ્યા છે. બધા ફેરફારો હોવા છતાં ત્યાં અમુક મુખ્ય મૂલ્યો છે જે શાશ્વત રહે છે. આ મૂળભૂત રીતે બંધારણીય મૂલ્યો છે જેમાં બંધુત્વ, ગૌરવ, સ્વતંત્રતા અને સમાનતાનો સમાવેશ થાય છે. પછી ભલે તે 1950 નો દશક હોય કે 21મી સદીનો ત્રીજો દશક. આપણે આપણા સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે તેનું પાલન કરવાની જરૂર છે, તેમણે ઉમેર્યું હતું. ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે તેઓ ન્યાયતંત્રને વકીલો માટે વધુ સારી જગ્યા બનાવવા માટે કામ કરશે. રાષ્ટ્રની ન્યાયતંત્રનું નેતૃત્વ કરવું એ એક મહાન સન્માન અને મોટી જવાબદારી છે. ચીફ જસ્ટીસ તરીકે મારો ઉમદા પ્રયાસ સખત મહેનત કરવાનો રહેશે અને આશા રાખું છું કે મારા કાર્યકાળના અંતે ન્યાયિક જગત અને સમાજને એક વધુ સમૃદ્ધ જગ્યા તરીકે છોડી શકું. સમાજ અને નાગરિકો તરફથી ન્યાયાધીશ અને ચીફ જસ્ટિસ પરની અપેક્ષાઓનું ભારણ ખૂબ જ મોટું છે અને તે એક નમ્ર અનુભવ છે. દરેક માટે સારું બનવું મુશ્કેલ છે. પરંતુ દરેક અરજદારને ન્યાય થયો છે તેવો અહેસાસ કરાવવાનો મારો પ્રયાસ રહેશે.
સમલૈંગિક સેક્સ-પ્રાઇવસીના અધિકાર અંગે આપ્યા હતા મોટા ચુકાદા !!
6 સપ્ટેમ્બર 2018માં જસ્ટિસ ચંદ્રચૂડ તે બંધારણીય બેંચનો ભાગ હતા જેમણે સમલૈગિક સેક્સને ગેરકાયદેસર ગણાવતી આઇપીસીની કલમ 377ને ગેરબંધારણીય ગણાવી હતી. આટલુ જ નહી, જસ્ટિસ ચંદ્રચૂડે પ્રાઇવેસીના અધિકારને પણ ભારતીય નાગરિકોનો બંધારણીય અધિકાર ગણાવતો નિર્ણય આપ્યો હતો.
પિતા વાય.વી. ચંદ્રચુડે કાયદેસર ગણેલી વ્યાભિચારની કલમને પુત્રે ગેરકાયદેસર ઠેરવી !!
સપ્ટેમ્બર 2018માં જસ્ટિસ ચંદ્રચૂડે વ્યાભિચાર (એડલટ્રી)ને કાયદેસર ગુનો ગણાવનારી આઇપીસીની કલમ 497ને પણ ગેરબંધારણીય જાહેર કરી હતી. ખાસ વાત આ છે કે આ એડલટ્રી વિરૂદ્ધ કલમ 497ને 1985માં જસ્ટિસ ચંદ્રચૂડના પિતા જસ્ટિસ વાઇવી ચંદ્રચૂડે જ બંધારણીય ગણી હતી.