એરપોર્ટે આવનારા કોમર્શીયલ વાહનો જો ૧૦૧૫ મિનિટથી વધુ સમય સુધી પાર્કિંગ રાખશે તો જ ચાર્જ વસુલાશે.

અમદાવાદમાં આવેલા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ પાસે ગાડી ચલાવનારા લોકો માટે મોટી રાહતના સમાચારો છે. એસવીપીઆઈ એરપોર્ટના અધિકારીઓએ પાર્કિંગ માટે ૧૦ થી ૧૨ મીનીટ જો વાહન રાખ્યું હશે તો તેનો ચાર્જ વસુલવામાં આવશે નહીં. વર્તમાન સમયમાં એરપોર્ટે કોઈને મુકવા કે તેડવા જાય તો ઓથોરીટી દ્વારા તેનો ચાર્જ વસુલવામાં આવે છે જેને ટોલ ટિકિટ કહેવાય છે. જેવી રીતે રેલવે સ્ટેશન ઉપર વિઝીટર માટે રૂ.૫ ની સ્ટેશન ફી હોય છે તેવી જ રીતે એરપોર્ટમાં પણ પીકઅપ અને ડ્રોપ કરનારાઓને અમુક પ્રકારની ટોલ ટિકિટ લેવી પડતી હોય છે.

એરપોર્ટની બહાર નીકળતી વખતે આ ટિકિટની ચકાસણી કરવામાં આવે છે. જો ૧૦-૧૫ મીનીટથી વધુ સમય સુધી વાહન પાર્ક કર્યું હશે તો તેના માલીકે ૮૫ રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. એએઆઈના એક અધિકારીએ કહ્યું કે, હવે એસવીપીઆઈ એરપોર્ટ ખાતે ડોમેસ્ટીક તેમજ ઈન્ટરનેશનલ ટર્મીનલ ઉપર પીકઅપ અને ડ્રોપ માટે કોઈ પાર્કિંગ ચાર્જ વસુલવામાં આવશે નહીં. પ્રસ્થાન ક્ષેત્રમાં યાત્રીઓને છોડવા માટે એરપોર્ટે આવતા વાહનો પાસેથી કોઈ વધારાનો ટેકસ વસુલાશે નહીં. જો કે, આગમન ક્ષેત્ર એટલે કે, આવનારી ફલાઈટોવાળા વાણીજયક વાહનોએ ૫૦ રૂપિયા પ્રવેશ શુલ્ક ચૂકવવાનો રહેશે તેમજ એએઆઈ નામના પાર્કિંગ સ્થળોના વાહનો પર ચાર્જ વસુલવામાં આવશે. સૂત્રોના જણાવ્યાનુસાર આ સીસ્ટમ આવનારા અમુક સપ્તાહમાં લાગુ થઈ થશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.