દિપડાના સમાચાર તદ્દન ખોટા, લોકોએ અફવાથી દુર રહેવા વન વિભાગની અપીલ
ધ્રોલમાં બે દિવસ પહેલા દિપડો આવ્યાની વાતોથી લોકો અને ખેડુતોમાં ભયનો માહોલ ઉભો થયો છે. તાલુકાના વાંકિયા, સોયલ:, નથુવડલા, ખાખરા, રોજીયા, જાયવા વગેરે ગામેની સીમમાં દિપડો દેખાયાના સમાચારો વહેતા થયા હતા. જો કે વન વિભાગને તપાસ હાથ ધરવાના આવી હતી. અને આ મામલે દિપડાએ વાછરડી પર નહીં પરંતુ ઝરખ ઉપર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું હતું.દરમિયાન સોમવારે રાત્રીના ધ્રોલ બ્રહ્મનાથ મહાદેવ નજીક વાડીમાં રહેતા ખેડુત વિરજીભાઇ નકુમની વાડીમાં મકાનમાં ફળીયામાં બાંધેલી વાછરડી પર કોઇ જંગલી જાનવરે હુમલો કર્યાનો બનાવ બન્યો હતો. અને તેમાં વાછરડીનો કાન કપાઇ ગયો હત. આ બનાવની જાણ થતાં વન વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું હતું. દરમ્યાન લોકો એકઠા થઇ ગયા હતા. અને એક ફુટ માર્ક મળ્યો હતો. એ ફુટ માર્ક દિપડાનો નહી પણ કોઇ જરખ જેવા પશુનો હોવાનું વન વિભાગ ધરા અનુમાન લગાવામાં આવી રહ્યું છે. વન વિભાગે જણાવ્યું હતું કે, કોઇ જગ્યાએથી દિપડાના સગળ મળ્યા નથી વન વિભાગ દ્વારા દરેક જગ્યાએ તપાસ ચાલુ છે. લોકોએ સાવચેતી રાખવી જરુરી છે. પરંતુ લોકોમાં ખોટાો ભય ન ફેલાય એ માટે અફવાઓથી દુર રહેવા વન વિભાગે અપીલ કરી છે.