- આરોપી ડો. સંજય પટોળિયા કન્સલ્ટન્ટ ડોક્ટર તરીકે સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં આપતા હતા સેવા
- સુરતની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં કરતા હતા વજન ઘટાડવાની બેરિયાટ્રીક સર્જરી
Surat News : અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન કાંડ મામલો સામે આવ્યા બાદ પાંચ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. આ પાંચ આરોપીઓ પૈકી એક આરોપી ડો. સંજય પટોળિયા કન્સલ્ટન્ટ ડોક્ટર તરીકે સુરતની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં બે વર્ષથી સેવા આપી રહ્યા હતા. જેમાં તેમને મહિને ત્રણથી ચાર બેરિયાટ્રીક સર્જરી કરતા હતા.
સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી ખ્યાતનામ સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં ખ્યાતિ હોસ્પિટલ ઓપરેશન કાંડ મામલે આરોપી ડો. સંજય પટોળિયા સેવા આપી રહ્યા હતા. સાથોસાથ તે વિઝિટિંગ ડોક્ટર તરીકે પણ સેવા આપતા હતા. તેમજ મહિને 15 દિવસે એકાદ વખત સુરતની હોસ્પીટલમાં આવતા હતા. તેમજ ડોક્ટર સંજય પટોળિયા સુરતની સનસાઈન ગ્લોબલ હોસ્પિટલમાં વજન ઘટાડવાની બેરિયાટ્રીક સર્જરી કરતા હતા.
સંજય પટોળીયાએ પોતાની વેબસાઈટમાં સનસાઈન ગ્લોબલ હોસ્પિટલને પોતાનું સેન્ટર બતાવ્યું હતું. આ મામલે સનસાઈન ગ્લોબલ હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડોક્ટર બીરેન ચૌહાણ એ જણાવ્યું હતું કે, ડોક્ટર સંજય પટોળિયા માત્ર અહીં વીઝીટીંગ ડોક્ટર હતા. તે આ હોસ્પિટલના મેનેજમેન્ટ સાથે સંકળાયેલા નથી.
વધુમાં જણાવ્યું હતું કે, ડોક્ટર સંજય પટોળીયા મહિનામાં એકાદ વખત સુરતની હોસ્પીટલમાં આવતા હતા. છેલ્લા બે વર્ષથી વીઝીટીંગ ડોક્ટર તરીકે સેવા આપી રહ્યા હતા. સુરતમાં મહિને ત્રણ દર્દીઓનું કન્સલ્ટિંગ કર્યા બાદ વજન ઘટાડવાની સર્જરી કરી હતી. ડોક્ટર સંજય પટોળિયા વિરુદ્ધ જે કેસ થયો છે તેને અમે મોનિટર કરી રહ્યા છીએ. સરકાર દ્વારા દિશા નિર્દેશ અને સૂચન બાદ તેમના વિરુદ્ધ શું પગલાં લેવા તે નક્કી કરાશે.
અહેવાલ : ભાવેશ ઉપાધ્યાય