ચીન અને ભારતના સંબંધ આમ તો હંમેશા સામી પાટલીના અને ઘુરકીયા કરવાનાં જ રહ્યાં છે. આતંકવાદ મુદ્દે ચીન અને ભારતની વિચારધારા ખુબજ અલગ છે. પાકિસ્તાન સ્થિત જૈસના મસુદને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરવાના પ્રયાસો સાથે આખું વિશ્વ ઉભુ થયું છે ત્યારે ચીન એકલું મસુદને બચાવી રહ્યું છે. અલબત એક મહત્વના અહેવાલમાં ચીને સૌપ્રથમવાર ૨૦૦૮ના મુંબઈ હુમલાને સૌથી ઘાતક અને અમાનવીય આતંકી હુમલો ગણાવ્યો હતો.
ચીનના જવાનજીંગપીંગમાં ત્રાસવાદીઓ સામેની કાર્યવાહી બાદ જાહેર કરવામાં આવેલા વ્યવહારપત્રમાં ચીને વૈશ્વિક આતંકવાદને અમાનવીય ગણાવ્યું હતું. સૌપ્રથમવાર ચીને ૨૦૦૮ના મુલદ્દીન આત્મઘાતી હુમલાને સૌથી ભયાનક અમાનવીય કૃત્ય ગણાવ્યું હતું. ચીને આ શ્વેત પત્ર મસુદને ચોથીવાર આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર થતા બચાવી લીધા બાદ બીજા દિવસે જારી કરવામાં આવ્યું હતું.
પુલવામા ૪૦ સૈનીકોની સહાદત અંગે જૈસને જવાબદાર ઠેરવવામાં આવ્યો છે. જૈસના મુખ્ય સુત્રધાર મસુદે આ હુમલો કરાવ્યો હતો તેની સામે આંતરરાષ્ટ્રીય સામૂહિક ધોરણે વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાની હિલચાલ શરૂ કરી હતી અને તેની સામે ચીન વિશે ટેકનીકલ રીતે આ દરખાસ્ત પરત કરાવી દીધી હતી. હવે ચીન પાસેથી જ ઘર આંગણે કેટલાક પ્રદેશોમાં આતંકવાદથી દાઝી રહ્યું છે ત્યારે જારી કરાયેલા શ્વેત પત્રમાં આતંકવાદ સામે બળાપો કાઢયો છે અને સૌપ્રથમવાર ૨૦૦૮ના મુંબઈ હુમલા બાદ આ હુમલાને અમાનવીય ગણાવ્યો હતો.
ચીને શ્ર્વેત પત્રમાં આતંકવાદ સામે લડવા અને રક્ષણની વાત કરી હતી. ચીનની મુલાકાતે ગયેલ પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મોહમદ કુરેશીને પત્ર પાઠવ્યો હતો. વૈક આતંકવાદને ડામવા માટે આતંકવાદી નેતાઓ ઉપર વૈશ્વિક પ્રતિબંધ અને તેમની મિલકતો જપ્ત કરવા જોગવાઈ કરવામાં આવી છે. ચાઈનાએ આતંકવાદના દરેક રૂપનો વિરોધ કર્યો અને કોઈપણ પ્રકારની આંતરીક પ્રવૃતિ પોતાના દેશમાં ન રહે તે માટે ૨૦૦૮માં મુંબઈમાં કરેલા આત્મઘાતી હુમલાને મોટી અમનાવીય ઘટના ગણાવી હતી જેમાં ૧૬૬ લોકોના મોત થયા હતા.