વાવાઝોડાની સંભવિત અસરને પગલે આર્મીના ૧૦ કોલમને સ્ટેન્ડબાય રખાઈ : એરફોર્સના ૧૦ હેલિકોપટર આકસ્મિક મદદ માટે સજ્જ કરાયા
મુખ્યમંત્રીએ કેબિનેટ બેઠકમાં તાકીદની પરિસ્થિતિ માટે કરાયેલી વ્યવસ્થાની સમીક્ષા કરી
મહા વાવાઝોડું દિવથી ૨૫૦ કિમીના અંતરે જ ફંટાઈ જાય તેવી શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જો કે વાવાઝોડાની સંભવિત અસરની ગંભીરતાને જોતાં રાજ્ય સરકારે આર્મી,નેવી અને એરફોર્સની ય મદદ લીધી છે. આર્મીની ૧૦ કોલમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જયારે એરફોર્સના ૧૦ હેલિકોપ્ટર આકસ્મિક મદદ માટે સજજ કરાયાં છે. વધુમાં હવામાન વિભાગે જાહેર કર્યું છે કે વાવાઝોડા સાથે તોફાની વરસાદ તો થશે જ. આજે અને કાલે ગુજરાતમાં તોફાની વરસાદ તાંડવ કરશે
મહા વાવઝોડું દરિયામાં ફંટાઈ જવાની શક્યતા છે. દીવથી ૨૫૦ કિમી દૂર દરિયામાં વાવાઝોડું ફંટાય તેવી શક્યતા હાલ હવામાન વિભાગ દ્વારા સેવાઈ રહી છે. જો આવુ થાય તો ગુજરાતના દરિયા કિનારે મહાની ઓછી અસર પડશે. મહા વાવાઝોડાને લઇ તંત્ર એલર્ટ છે. ત્યારે હરિયાણા NDRFની ટીમ જામનગર પહોંચી છે. દિલ્લીથી એરલીફ્ટ કરી હરિયાણા NDRFની ટીમ જામનગર લવાઇ છે. તો પંજાબ NDRFની ટીમ અમદાવાદ પહોંચી છે. NDRFના ૧૪૦ જવાનો જામનગર અને ૧૦૦ જવાનો અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા છે. જો તેનું જોર ઓછુ નહી થાય તો ગુજરાતમાં તારાજી સર્જી શકે છે. વાવાઝોડું રોજ ગુજરાતમાં આવશે તેવી હવામાન ખાતાની વકી છે. ત્યારે ૭૦થી ૮૦ કિલોમીટરની ઝડપ હશે. CM રૂપાણીની અધ્યક્ષતામા આજે કેબિનેટ બેઠક યોજાઇ રહી છે. મહા વાવઝોડાને લઈને સરકારની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવશે. પ્રભારી અને મંત્રીઓને જિલ્લાની જવાબદારી સોંપવામાં આવશે. કમોસમી વરસાદથી ખેડુતોના નુકશાન પર ચર્ચા થશે. તંત્રની કામગીરી અને તૈયારીઓની સમીક્ષા થશે. જેમાં સંભવિત અસરગ્રસ્ત જિલ્લાની જવાબદારીઓ સોંપવામાં આવશે. તેમજ મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપવામાં આવશે. આ સાથે અતિવૃષ્ટીમાં પાકને નુકશાન પર પણ ચર્ચાઓ થશે. પાક વીમા કંપનીના સર્વેનો મુદ્દો રણ બેઠકમાં ઉછળશે. અયોધ્યા ચુકાદા અગાઉ સુરક્ષા વ્યવસ્થા પર વિચારણા થશે. ચોમાસા સત્ર મુદ્દે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થશે. અને મંત્રીમંડળના વિસ્તરણ પર પણ ચર્ચાઓ થશે.
તંત્ર દ્વારા દરિયાકાંઠાના ૧૮ જીલ્લાનો સર્વે પુર્ણ કરાયો છે. દરિયાથી ૧ કી.મી.ના અંતરના રહેણાંકનો સર્વે કરાયો છે. ૨ લાખથી વધુ વસ્તી પ્રભાવિત થઈ શકે છે. કાચાં મકાનો, ક્ધસ્ટ્રક્શન સાઈટ્સનો અભ્યાસ કરાયો છે. પાકા મકાનોનો અભ્યાસ કરાયો છે. કચ્છથી દ.ગુજરાતના દરિયાઈ વિસ્તારનો અભ્યાસ પુર્ણ કરાયો છે. હવે સ્થળાંતરની જરૂર ન હોવાનું હવામાન વિભાગે સુચન કર્યું છે. આવતીકાલે કેબિનેટ બેઠકમાં સ્થળાંતર મુદ્દે નિર્ણય લેવાઈ શકે છે. સ્થળાંતર કરવાની સુચના કેન્દ્રીય હવામાન વિભાગ દ્વારા કરાશે.મહા વાવાઝોડાની સંભાવનાને પગલે ગુજરાત કોસ્ટગાર્ડ ધ્વારા પણ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે અને દરીયામાં શીપ ધ્વારા માછીમારોને નજીકના બંદર પર ખસેડવામાં આવી રહયા છે.
વાવાઝોડા દરમિયાન જરૂરિયાત મુજબ વીજ પુરવઠો બંધ કરાશે : ઉર્જામંત્રી
રાજ્યના ઉર્જા મંત્રીનું નિવેદન જ્યાં ભારે વરસાદ પવન હશે ત્યાં વીજ પુરવઠો બંધ કરાશે, પુન કાર્યરત કરવા માટે ટીમો તૈયાર ઉર્જામંત્રી સૌરભ પટેલે સૌરભ પટેલે જણાવ્યું હતું કે વાવાઝોડાં દરમિયાન જરૂરિયાત મુજબ વીજ પુરવઠો બંધ કરાશે અને તેને પુન કાર્યરત કરવા ટીમો તૈયાર કરી દેવાઈ છે.
તેમણે કહ્યું કે ’ અમારો પ્રાથમિકતા જીવનની સુરક્ષા છે. એવી સ્થિતિ સર્જાશે ત્યારે સબસ્ટેશન બંધ કરીશું. જો ભારે વરસાદ પડે અને પાણી ભરાય તો તાત્કાલિક અસરથી વીજ પુરવઠો બંધ કરાશે. વાવાઝોડાની સંપૂર્ણ વિગત ઉર્જા વિભાગ દરેક વિગત લઈને દરેક સર્કલમાં આ વિગતો મોકલી આપાવમાં આવે છે. અમે દરેક સર્કલમાં કંટ્રોલ રૂમ ખોલી દીધો છે.અમે તમામ પ્રકારની તૈયારીઓ કરી લીધી છે. ટીમોએ ક્યાં જવું અને કેવી રીતે જવું તેની તૈયારી થઈ ગઈ છે. ’સૌરભ પટેલે જણાવ્યું કે અમારી ટીમો વીજ પુરવઠો પુન: કાર્યરત કરવા માટે જરૂરી સાધન સામગ્રી તૈયાર કરી દીધી છે. અમે થાંભલાઓ, કંડ્કટરો સાથે ઘણી સામગ્રી તૈયાર રાખી છે. અમે હવામાન વિભાગના ઇનપુટના આધારે તૈયારીઓ કરી છે. જ્યાં વરસાદ ખૂબ જ પડશે કે જીવનની સુરક્ષાનો વિષય છે ત્યાં સબસ્ટેશન બંધ કરીશું.