આ પ્લાનને પાર પાડવા કરાંચી ગયેલા ગેંગસ્ટર એજાજ લાકડાવાળાની મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ કબુલાત
મુંબઇના અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ પોતાની ધરપકડથી બચવા પહેલા દુબઇ અને ત્યારબાદ પાકિસ્તાનમાં છુપાયો છે પાકિસ્તાન સરકારે દાઉદને આશરો આપવા બદલ તેની પાસે ભારતમાં અરાજકતા ફેલાવવા અનેક કૃત્યો કરાવ્યા હતા. આવુ ધૃણાસ્પદ કૃત્ય મુંબઇમાં ૧૯૯૩માં લોકલ ટ્રેનમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટનું છે. દાઉદના કૃત્યનો મુસ્લિમવાદી માની તેની ગેન્ગમાં રહેલા છોટા રાજન સહિતના અનેક હિન્દુ ગોન્ગસ્ટારો છુટા પડવા લાગ્યા હતા. છુટા પડવાની આ ઘટના બાદ દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનની નવી ગેન્ગ વચ્ચે બેનંબરી ધંધામાં વર્ચસ્વ જમાવવા ગેન્ગવોર ચાલી હતી. ગેન્ગવોટના ભાગરુપે બન્ને ગેન્ગોએ સામી ગેન્ગના મુખ્ય ગેન્ગસ્ટારો પર હુમલાઓ કર્યા હતા. દાઉદ ઇબ્રાહીમને કરાંચીમાં જ પતાવી દેવાનો પ્લાન છોટારાજને ઘડયો હોવાનું તાજેતરમાં ખુલવા પામ્યું છે. ગત આઠમી જાન્યુઆરીએ બિહારની રાજધાની પટનામાંથી પકડાયેલા દાઉદ ઇબ્રાહીમ ગેન્ગના નજીકના સાગરીક એવા એજાજ લાકડાવાલા એ મુંબઇ ક્રાઇમ બ્રાંચની પુછપરછ દરમ્યાન આ ખુલાસો કર્યો છે.
પ૦ વર્ષીય એજાજ લાકડાવાલાએ જણાવ્યું હતું કે ૧૯૯૮માં છોટા રાજન ગેન્ગના સાગરીતો ભારતીય ગુપ્તચર એજન્સીઓની મદદથી પાકિસ્તાનના કરાંચી પહોચ્યા હતા. જયાં જેઓ દાઉદ ઇબ્રાહીમની તમામ હિલચાલો પર નજર રાખી રહ્યા હતા. દાઉદ તેની પુત્રી મારીયાના મૃત્યુ બાદ કરાંચીની દરગાહમાં દુઆ માંગવા માટે ગયો હતો. ત્યારે તેને પર હુમલો કરવાનો પ્લાન ઘડાયો હતો. પ્લાન મુજબ છોટા રાજન ગેન્ગના વિકકી મલ્હોત્રા સહિતના સાગરીતો દરગાહ પર દાઉદની આવવાની રાહમાં બેઠા હતા. પરંતુુ, દાઉદ ઇબ્રાહીમને આ ઓપરેશનની માહીતી નેપાલના સાંસદ પાસેથી મળી ગઇ હોય તે ભારે સુરક્ષા વચ્ચે દરગાહ પર આવ્યો હતો જેથી છોટા રાજન ગેન્ગના ઓપરેશન કેન્સલ કર્યુ હતું. છોટા રાજને આ દાઉદનો કારસો કાઢી નાખવા માટે વિકકી મોલ્હોત્રા ની આગેવાનીમાં એજાજ લાકડાવાળા ફરીયદ તનાશા, બાલુ ડોકરે, વિનાદ , સંજય ઘાટે, બાબા રેડી સહિતના ૧૦ સાગરીકોને કરાંચી મોકલ્યા હતા પરંંતુ દરગાહ પર દાઉદ પર હુમલો થવાની માહીતી લીક થઇ જતાં છોટારાજનની આ ગેન્ગ પર વળતો હુમલો થવાની શકયતા ઉભી થતા છોટા રાજને તમામને ઓપરેશન પડતું મુકીને પરત બોલાવી લીધા હતા. જે બાદ દાઉદ ગેન્ગે વર્ષ ૨૦૦૦ માં છોટા રાજન પર બેગકોંકમાં દાઉદ ગેંગ તેના સાગરીક મુન્ના જીંગાડા ઉર્ફે સૈયદ મુફફસલ હસનને મોકલીને હુમલો કરાવ્યો હતો. જયારે, લાકડાવાળા પર વર્ષ ૨૦૦૨ માં બેગકોંકના બોબડે માર્કેટમાં અંધાધુધ ગોળીબાર થયો હતો જેમાં તેને છ ગોળીઓ છાતી, હાથ અને ગળામાં ધસી જવા પામ્યાની કબુલાત લાકડાવાળાએ મુંબઇ ક્રાઇમ બ્રાન્ચને આપી હતી.
- દાઉદને પતાવી દેવાના પ્લાનને ફોડી નાખનારા નેપાળના સાંસદને પતાવી દેવાયો
દાઉદને મારવા છોટારાજને ઓપરેશન હાથ ધરીને વિકકી મલ્હોત્રાની આગેવાનીમાં દશ સાગરીકોની એક ટીમ કરાંચી મોકલી હતી. પરંતુ, છોટા રાજનના આ ઓપરેશનની માહીતી નેપાળના મુસ્લીમ સાંસદ અને દાઉદના નજીકના ગણાતા દીલશાહ બેગે દાઉદને પહોંચાડી દીધી હતી જેથી દાઉદ સાવચેત બની જતાં અને કરાંચીમાં ગયેલી છોટા રાજન ગેંગના સાગરીકો પર જોખમ ઉભુ થતાં છોટા રાજને દાઉદને મારવાનો પ્લાન પડતો મુકયો હતો. પોતાનું ઓપરેશન નિષ્ફળ જતા છોટા રાજન આ ઓપરેશનની માહીતી લીક કરનારા દીલશાહ મિઝા પર ભારે રોષે ભરાયો હતો અને ૧૯૯૮માં જ નેપાળમાં પોતાના સાગરીકોને મોકલીને દીલશાહ બેગને પતાવી દીધો હોવાની લાકડાવાળાએ ક્રાઇમ બ્રાન્ચને કબુલાત આપી હતી.