એચ.એન.શુક્લ કોલેજ દ્વારા તાજેતરમાં આઈટીના વીદ્યાર્થીઓ માટે “ઈન્ડસ્ટ્રીયલ વીઝીટનું આયોજન કરવામાં આવ્યું હતું.
એચ.એન.શુક્લ કોલેજ દ્વારા વિદ્યાર્થીઓના નોલેજમાં ઉતરોતર વધારો કરવાના તથા વિદ્યાર્થીઓને જીવનમાં ઉપયોગી થાય તે હેતુથી અંદાજીત ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓને ઈન્ડસ્ટ્રીયલ વીઝીટ અંતર્ગત ઈન્ફીનીટી ઈનફોવેય પ્રા.લી. કંપની વિઝીટ પીજીડીસીએ, એમ.એસસી. (આઈ.ટી. એન્ડ સી.એ.) વિદ્યાર્થીઓએ લીધો હતો. કંપનીએ ૨૦૦૪ થી અત્યાર સુધીમાં કેવીરીતે પ્રગતી કરી તથા તેમની કાર્ય પ્રણાલી વિશે ભાવેશ ગડેથરીયા (મેનેજીંગ ડાયરેકટર) દ્વારા માર્ગદર્શન આપવા માં આવ્યું હતું.
વીઝીટને સફળ બનાવવા માટે એચ.એન.શુક્લ કોલેજના પ્રેસીડેન્ટ ડો નેહલભાઈ શુક્લ, મેનેજીંગ ટ્રસ્ટી ડો મેહુલભાઈ રૂપાણી અને ટ્રસ્ટી સંજયભાઈ વાધરના માર્ગદર્શન હેઠળ એકેડેમિક સ્ટાફના એચ.ઓ.ડી. જયેશભાઈપટેલ, એકેડમીક હેડ કરિશ્માબેન રૂપાણી, અધ્યાપક મયુરભાઈ વ્યાસ , જીગ્નેશભાઈ થાનકી, ભૌમિકભાઈ માંડલિક તથા તમામ સ્ટાફ એ પોતાનું યોગદાન આપ્યું હતું.