ખેડૂતો માં ઉત્સાહ જોવા મળ્યો : ધીમી ધારે વરસાદ ખેડૂતો ના વાવેતરમાં લાભ કરશે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે ત્યારે આજે વહેલી સવારથી સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી એક વખત ધીમીધારે વરસાદ શરૂ થયો છે ત્યારે બે દિવસના વિરામ બાદ ફરી એક વખત વરસાદની નવી ઇનિંગ ની શરૂઆત સુરેન્દ્રનગર જિલ્લામાં થવા પામી છે ખાસ કરી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમીધારે ઝરમર વરસાદ આજે વહેલી સવારથી જ શરૂ થવા પામ્યો છે.


ધીમી ધારે વરસાદ ના પગલે ખેડૂતોના વાવેતરમાં લાભ થશે
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરીને શહેરી વિસ્તાર અને આજુબાજુના ગામડાંઓની તો વાત કરીએ તો વઢવાણ તાલુકાના અનેક ગામોમાં આજે વહેલી સવારથી ધીમીધારે વરસાદનો પ્રારંભ થયો છે અને વરસાદી ઝાપટાં વરસ્યા છે.સુરેન્દ્રનગર જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ અનેક તાલુકાઓમાં ધીમીધારે વરસાદ જોવા મળ્યો છે.

ત્યારે આ ધીમીધારે વરસાદના કારણે જિલ્લાના ખેડૂતો દ્વારા પ્રથમ વરસાદથી જ આગોતરૂ વાવેતર કરવામાં આવ્યું છે અને પ્રથમ વરસાદ જિલ્લામાં સારો એવો વર્ષો આ પામ્યો છે તેને આગોતરૂ વાવેતર પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂતોને લાભદાયી નીવડી રહ્યું છે તે ખેડૂતો દ્વારા આગોતરૂ વાવેતર નહીં કરવામાં આવ્યું ત્યારે હાલમાં વાવણી કરી રહ્યા છે ત્યારે આ ધીમા વરસાદના પગલે ખેડૂતોના વાવેતરને પણ લાભ થવાના સ્પષ્ટ એંધાણ વર્તાય રહ્યા છે