- સાતથી વધુ સ્થળો પર સર્ચ ઓપરેશન શરૂ: રાજકોટ સહિત અમદાવાદની ટીમ જોડાઇ
- કેરેલામાં પડેલા દરોડાનું કનેક્શન વડોદરાથી ખૂલ્યું
Vadodra News
છેલ્લા કેટલા સમયથી આવક વેરા વિભાગ વિવિધ કંપનીઓ ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરી કરચોરો પર તવાઇ બોલાવી રહ્યું છે
ત્યારે લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહેવાથી હવે સેન્ટ્રલ એજન્સી દ્વારા કાર્યવાહીને વધુ તીવ્ર બનાવવામાં આવી છે. આવક વેરા વિભાગ દ્વારા જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા તેમાંથી ખૂબ જ મોટા પ્રમાણ કર ચોરી ખૂલી છે. આજે વડોદરા ખાતે જે બે ગ્રુપ પર તવાઇ બોલાવવામાં આવી તેના તૈયારીના ભાગરૂપે ગઇકાલથી જ રાજકોટ આવક વેરા વિભાગના અધિકારીઓને તાકીદે અમદાવાદ બોલાવી લેવામાં આવ્યા હતા અને ટ્રેનિંગ હોવાનું જણાવાયું હતું. આજ સવારથી જ અમદાવાદ ખાતે સર્ચ ઓપરેશનની ગતિવિધી તીવ્ર બની હતી અને વડોદરા ખાતે ટીમ ત્રાટકી હતી.
અત્યાર સુધીમાં આવકવેરા વિભાગના અધિકારીઓએ એકસાથે કોઇ દિવસ ટ્રેનિંગ બોલાવ્યા ન હોવાના કારણે એ વાત સ્પષ્ટ થઇ હતી કે કદાચ આ સર્ચ ઓપરેશનની મોકડ્રીલ છે કે પછી ખરા અર્થમાં સર્ચ ઓપરેશન? પરંતુ આ વાત હવે સ્પષ્ટ થઇ ચુકી છે કે વડોદરા ખાતે જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું તેમાં રાજકોટ અને અમદાવાદના અધિકારીઓને તાકીદે ટ્રેનિંગનું નામ આપી બોલાવવામાં આવ્યા હતા. વડોદરામાં જે આવકવેરા વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી છે તેમાં જોય ઇ-બાઇક કંપની તથા વર્ડ વિઝાર્ડ કંપનીના મુખ્ય સંચાલક અને જાણીતા ઉદ્યોગપતિ યતિન ગુપ્તા પર તવાઇ બોલાવવામાં આવેલી છે.
બે ગ્રુપને આવરી કુલ 7 સ્થળો ઉપર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે અને અપેક્ષાએ વાતની સેવાઇ છે કે ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવે.
આજ સવારથી શરૂ થયેલા આ ઓપરેશનના પ્રારંભે જ તમામ ડિજિટલ ડેટા સહિતના દસ્તાવેજો જપ્ત કરી લેવામાં આવ્યા છે.
કચ્છ ગાંધીધામમાં થયેલા સપ્તાહ પહેલાના સર્ચ ઓપરેશનમાં વિભાગને પાંચ કરોડ જેટલી માતબર રોકડ અને સોનું મળ્યું
ગાંધીધામ કચ્છ ખાતે આવકવેરા વિભાગ દ્વારા સપ્તાહ પૂર્વે સર્ચ ઓપરેશન શ્રી રામ સોલટ, એન. આર આંગડિયા પર હાથ ધરાય હતું. વિભાગને 6 કરોડ રોકડ અને સોનાના દાગીના મળી આવ્યા છે. કંઈ અનેકવિધ બેંક એકાઉન્ટ ને પણ સિસ કરી દેવાના છે અને હાલ ડિજિટલ ડેટા જે એકત્રિત કરવામાં આવ્યો છે તેનું અવલોકન પણ થઈ રહ્યું છે. રાજકોટ વીંગના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આસર ચોપરેશનમાં 200થી વધુ અધિકારીઓ જોડાયા હતા અને 22 થી વધુ સ્થળો ઉપર તવાય બોલાવવામાં આવી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વિભાગ દ્વારા જે ડિજિટલ ડેટા કરવામાં આવ્યા છે તેમાં પણ ઘણી ખરી માહિતી વિભાગને કામ આવશે તેવું જણાવવામાં આવ્યું છે.