- 13 જગ્યા પર વહેલી સવારથી સર્ચ અને સર્વેની કામગીરી શરૂ : મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવવાની શક્યતા
- 75 થી વધુ અધિકારીઓ દરોડાની કામગીરીમાં જોડાયા.
મુખ્યત્વે ચૂંટણી પહેલાં જાહેર થતી આચારસંહિતાની અમલવારી શરૂ થાય તે બાદ આવકવેરા વિભાગ અથવા તો કોઈ પણ સેન્ટ્રલ એજન્સી સર્ચ અથવા તો સર્વેની કામગીરી હાથ ધરતી નથી. છતાં અમદાવાદના આવકવેરા વિભાગના નેજા હેઠળ ગોપાલ ડેરી અને રિવર વ્યુ હોટલ ઉપર સર્ચ અને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ બંને ગ્રુપ સાથે સંકળાયેલા 13થી વધુ સ્થળો ઉપર આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને આ કામગીરીમાં 75 થી વધુ અધિકારીઓ પણ જોડાયા છે.
ડેરી અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા મોટા ગ્રુપ ઉપર ઇન્કમટેક્સ ત્રાટક્તા હાવનો માહોલ ઉભો થયો છે. અમદાવાદના આશ્રમ રોડ સહિતના એરિયામાં આવેલા એકમો ઉપર ઇન્કમટેક્સની તપાસ હાલ ચાલી રહી છે. ગ્રુપના સંચાલક રાજુભાઈઉર્ફે નીશિતભાઈ દેસાઈ અને ગૌરાંગભાઈ દેસાઈ સહિતના ભાગીદારોને ત્યાં ઇન્કમટેક્સના અધિકારીઓ વહેલી સવારથી ત્રાટક્યા હતા. મળતી માહિતી મુજબ અમદાવાદમાં હાલ 13 જગ્યા પર દરોડા અને સર્વેની કામગીરી ચાલી રહી છે. અને અપેક્ષા પણ છે કે તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે .
તપાસના પ્રથમ દિવસે જ આવકવેરા વિભાગની ટીમ દ્વારા ડિજિટલ ડેટા, થા જરૂરી દસ્તાવેજો સીઝ કરી લીધા છે. નહીં કંપનીના પ્રમોટરો તથા ભાગીદારો પાસેથી પણ મળતા દસ્તાવેજો ને અંગે કરી તે અંગે તપાસ હાથ ધરવામાં આવશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બંને ગ્રુપ દ્વારા બેનામી વ્યવહારો કર્યા હોવાનું વિભાગને માલુમ પડતા જ તાકીદે સરચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કુલ ૧૩ થી વધુ સ્થળો પર દોરાની કામગીરી ચાલી રહી છે તેમાં સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક એ વાત સ્પષ્ટ છે કે જે સ્થળ ઉપર સર્વે હાથ ધરાયો હોય તે સ્થળ ઉપર સર્ચ ઓપરેશનમાં પણ રૂપાંતરિત થઈ શકે છે. બીજી તરફ આ બંને ગ્રુપનું કનેક્શન ક્યાંક ને ક્યાંક અન્ય હોટલ ક્ષેત્રે પણ હોય તો નવાઈ નહીં.