આવકવેરા વિભાગ કરચોરો ઉપર આકરી તવાઈ બોલાવી રહી છે ત્યારે છેલ્લા એક માસથી વિવિધ સ્થળો પર આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે આઇટી વિભાગ દ્વારા સુરત ખાતે દરી એક વખત દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં થી ખુબજ મોટી બેનામી સંપતિ પકડાઈ તેવું માનવામાં આવી રહ્યું છે.

સંજય સુરાના ગ્રુપ સાથે જમીનના ધંધાના વ્યવસાય સાથે સંકળાયેલા જુથના ચાર ધંધાર્થીઓના સ્થળ પર પણ સર્ચ ઓપરેશન

સુરત,વડોદરા, અમદાવાદ, સેલવાસ, મુંબઇ સહિત કુલ 40 સ્થળો પર તવાઈ

સુરત ખાતે ઇન્કમટેક્ષની ઇન્વેસ્ટીગેસન વિંગ દ્વારા સર્ચ ઓપરેશન અંતર્ગત  શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડર સંજય સુરાના ગ્રુપ પર દરોડા પડાયા હતા. સંજય સુરાના ગ્રુપ ઉપરાંગ રીંગરોડના યાર્ન મર્ચન્ટને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. જમીનના ધંધા સાથે સંકળાયેલા જુથના ચાર ધંધાર્થીઓના સ્થળ પર પણ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યા હતા.

ઇન્કમટેક્ષની ઇન્વેસ્ટીગેસન વિંગ દ્વારા બજાર ખુલતાની સાથે જ સુરત શહેરના વેપારી, બિલ્ડર આલમમાં દરોડા પડતા સોપો પડી ગયો હતો. માહિતી અનુસાર ઇન્કમટેક્ષના દરોડામાં મોટાપાયે કરચોરી સામે આવે તેવી શક્યતા છે. જમીનના ધંધા સાથે સંકાળાયેલા જુથો દ્વારા કરચોરી કરવામાં આવી હોવાની માહિતી મળ્યા બાદ વિંગ એક્શન મોડમાં હોય તેવું લાગી રહ્યું છે. આગામી દિવસોમાં વિંગ આ પ્રકારે આક્રમક કામ કરે તેવી શક્યતા છે.

થોડા દિવસો અગાઉ જ વડોદરાના વાઘોડિયા જીઆઇડીસીમાં પણ વાયર અને કેબલનું ઉત્પાદન કરતી આર.આર કેબલ કંપની પર આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આઇટી વિભાગ દ્વારા તેના તમામ સ્થળો સુરત,વડોદરા, અમદાવાદ, સેલવાસ, મુંબઇ સહિત કુલ 40 સ્થળો પર દરોડા પડાયા હતા. વિવિધ સ્થળો પરથી ડોક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.