- ગુપ્ત રાહે આ ઓપરેશન હાથ ધરાયું: કેટલી જગ્યા પર દરોડા ચાલુ તેની કોઈને “કાનો કાન” પણ ખબર નહિ
- જુલાઈની શરૂઆતથી જ આવકવેરા વિભાગના દરોડા ચાલુ થાય તેવી શક્યતા
લોકસભા ચૂંટણી પૂર્ણ થતા જ સેન્ટ્રલ એજન્સી એટલે કે આવકવેરા વિભાગ અને જીએસટી દ્વારા સર્ચ ઓપરેશન શરૂ કરી દીધા છે ત્યારે ગઈકાલે અમદાવાદ ખાતે કેબી ઝવેરી ગ્રુપ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં તેમના નિવાસસ્થાન તેમના શોરૂમ અને તેમની ઓફિસ પર આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી . આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, દરોડા ના પ્રથમ દિવસે જ વિભાગને જરૂરી દસ્તાવેજો હાથ લાગ્યા છે અને જે ડિજિટલ ડેટા છે તેનું પણ અવલોકન શરૂ કરી દેવામાં આવ્યું છે હાલ આ તમામ વાતને ધ્યાને લઈ ક્યાંક ને ક્યાંક આ દરોડા ને ગુપ્ત રીતે ચલાવવામાં આવતું હોય તેવું ચિત્ર પણ ઉભું થયું છે.
આ તથ્ય પાછળનું મુખ્ય કારણ એ છે કે કોઈપણ જગ્યા પર જ્યારે સરચ ઓપરેશન હાથ ધરવામાં આવે તો તે કઈ કઈ જગ્યા ઉપર પડ્યા છે તેની વિગત બહાર આવતી હોય છે પરંતુ આ વખતે અન્ય કઈ જગ્યા ઉપર દરોડા પાડવામાં આવ્યા તેનો કોઈ અંદાજો નથી એટલું જ નહીં આ હસર ચોપરેશનનું શું કનેક્શન છે એ પણ હજી સુધી બહાર આવ્યું નથી. જેની પાછળ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે. પરંતુ એ વાત હવે સ્પષ્ટ છે કે ભવિષ્યમાં પણ આવકવેરા વિભાગ દ્વારા જે દરોડા પાડવામાં આવશે તેમાં બિલ્ડરોની સાથોસાથ અન્ય કયા વિભાગને રડારમાં લેવાશે તેનો કોઈ અંદાજો નથી.
મહત્વનું તો એ છે કે હવે સરકારે આવકવેરા વિભાગ અને જીએસટી પોર્ટલ ની માહિતી બંને એજન્સી વપરાશમાં લઈ શકે તે મુજબની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ત્યારે અમદાવાદ પર કે બી ઝવેરી ગ્રુપ પરના દરોડા અનેક મુદ્દાઓને ઉજાગર કરે છે. ત્યાં સુધી આ ફેરા વિભાગ દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્ર ઉપર તવાઇ બોલાવવામાં આવી હતી અને આવી રહી છે ત્યારે હવે રિયલ એસ્ટેટ બાદ કયા ક્ષેત્ર ઉપર આવકવેરા વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવે તેનો કોઈ અંદાજો નથી. હાલ અમદાવાદના કેબી ઝવેરી ગ્રુપના માલિક કંચનભાઈ પટેલને ત્યાં હાલ જે દરોડા પડ્યા છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો તથા રોકડ હાથમાં આવે તેવી સંભાવના છે અને આ દરોડા આગામી કેટલા દિવસ સુધી ચાલશે તેનો પણ તાગ મેળવી શકાય તેમ નથી.
આવકવેરા વિભાગના સંપર્ક સૂત્રોને જણાવ્યા અનુસાર જુલાઈ મહિનાની શરૂઆતથી જ સમગ્ર સૌરાષ્ટ્ર જેમાં રાજકોટ સહિત અમદાવાદ સુરતમાં પણ ખૂબ મોટાભાઈએ બરોડા પડી શકે છે જે માટેની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે માત્ર હાલ જે બદલીઓ બાકી છે તેની રાહ સરચ ઓપરેશન હાથ ધરવામાં આવતા નથી.