- સર્વે ઓપરેશન હાથ ધરાયો : અમદાવાદ, દિલ્હી , બેંગ્લોરમાં પણ વહેલી સવારથી કાર્યવાહી
બિલ્ડર લોબી પરના સર્ચ ઓપરેશન પૂર્ણ થયા બાદ આવકવેરા વિભાગ જાણે શાંત ન બેઠું હોય તેવી સ્થિતી ઉદ્ભવિત થઈ છે કારણ કે આ જ વહેલી સવારથી પણજી ખાતે આવેલી રિસોર્ટમાં આઈટી દ્વારા સર્ચ અને સર્વે ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેની તપાસ રાજકોટ સુધી લંબાય છે. મળતી માહિતી મુજબ ગોવાની ઝૂરી હોટલ પર વહેલી સવારથી ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને અહીં અમદાવાદ, દિલ્હી, તથા બેંગ્લોરમાં પણ સર્ચ અને સર્વે હાથ ધરાયો છે.
રાજકોટ ખાતે કોઈ એક હોટલ અને તેને સલગ્ન ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની પર સર્વેની કામગીરી હાથ ધરાય છે જેમાં સવિશેષ ગોવાની ટીમ સર્વે કરી રહી છે. હોટલ ઇન્ડસ્ટ્રીઝ પર આ પૂર્વે સર્ચ અને સર્વે ઓપરેશન પણ હાથ ધરાયા હતા ત્યારે રાજકોટમાં ગોવા ના રિસોર્ટની લીંક ખુલતા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે આ સર્વે માં કેટલી વસ્તુ બહાર આવશે તે આવનારો સમય જણાવશે પરંતુ હાલ લોકસભા ચૂંટણીના આજે ગણતરીના દિવસો બાકી હોવાથી આ ઓપરેશન સર્ચમાં રૂપાંતરિત નહીં થાય તેવું પણ સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.
હોટલ ઇન્ડસ્ટ્રી અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છેલ્લા ઘણા સમયથી આવકવેરા વિભાગની રડારમાં આવેલી છે અને પરિણામ સ્વરૂપે આજે ગોવા સહિતના શહેરોમાં આવકવેરા વિભાગ દ્વારા તવાઈ પણ બોલાવવામાં આવી છે. ત્યારે ઝૂરી હોટલ નું કનેક્શન રાજકોટ ખાતે ખુલ્યું હોવાથી હોટેલ ઇન્ડસ્ટ્રી અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની સુધી રહેલો પહોંચ્યો . આવકવેરા વિભાગના અધિકારીઓ દ્વારા મળતી માહિતી મુજબ આ સર્વેમાં કોઈ દવે અથવા તો કામાણી નામની અટક ધરાવતા વ્યક્તિઓના નામ ખુલ્યા છે. આ સર્વે ઓપરેશનમાં ગોવાડા ત્રણથી ચાર અધિકારીઓ જોડાયા છે . અરે જોવાનું એ રહ્યું કે આ સર્વેમાંથી કોઈ ચોકા આવનારી વિગતો બહાર આવે છે કે કેમ?